Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ઈડરના ગોરલ-કાનપુર રોડ નજીક બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજાથી શખ્સનું મોત

ઈડર: તાલુકાના ગોરલ-કાનપુર રોડ પર સોમવારે રાત્રે બે બાઇક ધડાકાભેર સામ સામે ટકરાતાં બંને બાઈક સવારોના માથાના ભાગે ગંભીર ઇજાઓને લઈ કરૂણ મોત નિપજયા હતા. જયારે એક મહિલા તથા બાળકીને ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે પોલીસે ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ આધારે મૃતક બાઇક સવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોરલ ગામે રહેતા પુંજાભાઈ ધીરાભાઈ ખાંટ સોમવારે બપોરે તેમના પત્ની કૈલાસબેન સાથે બાઈક પર સવાર થઈ દિકરીને મળવા બ્રહ્મપુરી ગામે ગયા હતા. દિકરીના ઘરે ત્રણ-ચાર કલાક રોકાયા બાદ રાત્રિના સુમારે આ બંને પતિ-પત્ની ત્રણ વર્ષની નાની ભાણીને સાથે લઈ પરત ગોરલ જવા સારૂ નિકળ્યા હતા.

જેમાં તેઓનું બાઇક ગોરલ-કાનપુર રોડ પર આવેલ લક્ષ્મણપુરા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યું હતું તેવામાં સામેથી આવતા અન્ય એક બાઈક સાથે આ બાઇકની ટક્કર થઈ હતી. બંને બાઇક ધડાકાભેર સામ સામે ટકરાતાં બાઇક પર સવાર તમામ લોકો રોડ પર પટકાઇને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બંને બાઇક સવારોને માથાના ભાગે તથા મહિલાને પગના ભાગે અને બાળકીને શરીર પર ઇજાઓ થઇ હતી.

(5:40 pm IST)