Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં ખાનગી ક્લાસીસમાં નોકરી કરનાર 29 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતી અને અગાઉ કોમ્પ્યુટર શિક્ષકા તરીકે ખાનગી ક્લાસીસમાં નોકરી કરતી 29 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ માંગમાં સિંદૂર ભરી હવે આપણે પતિ-પત્ની છીએ કહી ડુમસની હોટલમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારની વતની અને સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતી 29 વર્ષીય માધુરી ( નામ બદલ્યું છે ) નવ વર્ષ અગાઉ નવાગામ વિસ્તારમાં ખાનગી કોમ્પ્યુટર ક્લાસમાં ટીચર તરીકે નોકરી કરતી હતી ત્યારે ત્યાં આવતા અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હિતેષ રામદાસ મિશ્રા ( ઉ.વ. 26, રહે.77, ગંગાનગર, નવાગામ, ડીંડોલી, સુરત ) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. હિતેષે માધુરીને લગ્નનો વાયદો કર્યો હતો અને વર્ષ 2015 માં હોળીના સમયે અઠવાલાઇન્સ ચોપાટી ખાતે ફરવા લઈ જઈ ત્યાં માધુરીની માંગમાં સિંદૂર ભરી કહ્યું હતું કે હવે તું મારી પત્ની અને હું તારો પતિ, હું કોઈ દિવસ તને છોડીશ નહીં અને તને હંમેશા ખુશ રાખીશ. થોડા દિવસ બાદ હિતેષ માધુરીને ડુમસની એક હોટલમાં લઈ ગયો હતો અને હવે આપણે પતિ-પત્ની છીએ કહી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. માધુરીએ ઇન્કાર કરતા મરી જવાની ધમકી આપી હિતેષે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

(5:52 pm IST)