Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ગુજરાત આરોગ્ય અને પરિવાર વિભાગ દ્વારા સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને આશ્રિતોને સરકરી હોસ્પિટલમાં અપાતી સુવિધામાં થયેલ વિસંગતાઓ દૂર કરવા નવા નિયમો જારી કર્યા

વહીવટી અધિકારીના તિજોરી નિયામકશ્રી કચેરિ દ્વાર રજુઆત મળતા રાજ્યસરકાર નું પગલું

ગાંધીનગર :રાજ્ય ના  આરોગ્ય વિભાગે તબીબી સારવાર માટે સરકારી કર્મચારીઓ ને મળતી સાગવાળોને લઈને મળેલ રજુઆત બાદ નવા નિયમો પરિપત્ર રૂપે બહાર પડવાલ છે તેની વિગતો આ મુજબ છે

 

 (૧) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો તા.૨૪-૮-૨૦૧૫નો ઠરાવ ક્રમાંક: એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ (પા.ફા.) (તબીબી સારવારના નિયમો)

 (૨) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો તા.૦૮-૦૩-૨૦૧૬નો ઠરાવ ક્રમાંક: એમએજી/૧૦૨૦૧૫/૬૦૧/અ-૧

(૩) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો તા.૩૦-૦૮-૨૦૧૬નો ઠરાવ ક્રમાંક: એમએજી/૧૦૨૦૧૫/૬૦૧/અ-૧

(૪) હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરનો તા.૨૯/૦૯/૨૦૨૦ નો પત્ર  હિતિનિ/ટીસી/ફા.નં.૧૩૪/મેડીકલ/૨૦૧૬/૪૪૯૨-૪૪૯૩.

પરિપત્ર:-

રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે

હાલમાં તબીબી સારવાર નિયમો વિભાગના સંદર્ભ- (૧) માં દર્શાવેલ તા.૨૪-૦૮-૨૦૧૫ ના ઠરાવથી ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો,૨૦૧૫ પ્રસિધ્ધ કરવામાં આવેલ  છે.આ નિયમોનાં અમલમાં અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઉભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી,ગાંધીનગરના ઉક્ત વંચાણે લીધા ક્રમાંક (૪) ના પત્રથી આ વિભાગને મળેલ રજૂઆત અન્વયે પ્રસ્‍તુત બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે આથી ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો,૨૦૧૫ તથા આનુષાંગિક ઠરાવોમાં નીચે મુજબની સ્પષ્ટતાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે.

(૧) યુ.એન.મહેતા હોસ્પિટલ - અમદાવાદ સરકારી સમકક્ષ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં જો કોઇ સરકારી કર્મચારી,અધિકારી,પેન્શનર કે તેઓનાં આશ્રિત દ્વારા હ્રદયરોગ અને હ્રદયરોગને લગતી આનુષાંગિક સારવાર (જેવી કે, Cardiovascular Surgery & Cardiothorasic Surgeryવગેરે..) મેળવવામાં આવશે તો તેનું મેડીકલ રીએમ્બર્સમેન્ટ પણ મળવાપાત્ર થશે.

(૨) સરકારી / સરકારી સમકક્ષ હોસ્પિટલો ખાતે મેળવેલ તબીબી સારવાર અંતર્ગત રોગી કલ્યાણ સમિતિ દ્વારા આપવામાં આવતી ડોનેશનની પહોંચનું રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે નહીં.

(૩) મેડીકલ બિલોમાં પ્રતિ સહી કરતી વખતે જિલ્લાના સી.ડી.એમ.ઓ. /આર,એમ,ઓ. એઅધિક નિયામકશ્રી(ત.સે.) દ્વારા તા.૦૭/0૯/૨૦૨૦ અને તા.૧૩/૧૦/૨૦૨૦ ના રોજ કરેલ પરિપત્રની સુચનાઓ મુજબ પરિશિષ્ટ - ૨ માં નિયમ-(૨.૧૦)માં સુચવ્યા મુજબની આઇટમોના નામો નંબર, તેના સીરીયલ નંબર, પ્રોસીજર નંબર અને મંજુરીપાત્ર રકમ લાલ શાહીથી શબ્દોમાં અને આંકડામાં દર્શાવવાની રહેશે.

(૪) આ.પ.ક.વિ.નો તા.૨૮/૧૦/૧૯૯૫ નો ઠરાવ ક.એમએજી/૧૦૯૦/યુ.ઓ./૧૮૬/અ રદ કરેલ હોય આ.પ.ક.વિ.ના તા.૩૦/૦૮/૨૦૧૬ ના ઠરાવ અનુસાર ખાનગી હોસ્પિટલમાં ખાસ કિસ્સામાં અંદરના દર્દી તરીકે લીધેલ તબીબી સારવાર સમયે જો કર્મચારી/પેન્શનર તબીબી  ભથ્થુ મેળવતો હોય તો પણ રૂ.૧૦૦૦/- ની કપાત કરવાની રહેશે નહીં.

 

(૫) નિયમ- ૫ અંતર્ગત સરકારી /સરકારી સમકક્ષ હોસ્પિટલ ખાતે પેકેજ સિવાયની કે બહારના દર્દી તરીકે લીધેલ સારવાર માટે રૂ.૫૦૦૦/- થી નીચેની રકમના તબીબી સારવાર ખર્ચના બિલોમાં સારવાર કરનાર વર્ગ-૧ ના રેગ્યુલર તબીબ હોય તો પ્રતિ સહીની જરૂર નથી. પરંતુ સારવાર કરનાર ૫/10 -8૦૫0/ હોય તો સિવિલ સર્જનથી નીચેની કક્ષાના રેસીડેન્ટ મેડીકલ ઓફીસરની પ્રતિ સહી ફરજિયાત કરાવવી.

 

(૬) એમ્પેનલ્ડ હોસ્પિટલમાં ઓપીડી સારવારનું મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર નથી. ઓપીડી સારવાર માત્ર સરકારી હોસ્પિટલમાં જ લેવાની રહેશે. કક

(૭) નિયમ - ૧૧ માં પેન્શનર/પેન્શનરના આશ્રિતને પેશગી મળવાપાત્ર રહેશે નહીં.

(૮) આ વિભાગના તા. ૩૦/૦૮/૨૦૧૬ ના ઠરાવ હેઠળ ખાસ કિસ્સાની દરખાસ્તો કર્મચારી પેન્શનર બંન્નેના કેસમાં સબંધિત કચેરી મારફતે ખાતાના વડાને ત્યારબાદ સબંધિત વહીવટી વિભાગના વડાના અભિપ્રાય સહ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને રજૂ કરવાના રહેશે.પેન્શનરના કિસ્સામાં સબંધિત કચેરી નિવૃતિ સમયની કચેરીને ગણવાની રહેશે.

(૯) નિયમ -૧૫.૧ અન્વયે એવી દવાઓ કે જેની જેનરીક બ્રાન્ડ પ્રાપ્ય ન હોઇ તો % એવી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવી અન્યથા પ્રાથમિક ધોરણે જેનરીક દવાઓ હોસ્પિટલમાં પ્રાપ્ટ હોટ તો તેને પ્રાથમિકતા આપવાની રહેશે. બને ત્યાં સુધી જેનરીક દવાઓ  પ્રિસ્ક્રાઇબ જ

(૧૦) નિયમ -૧૫.૪ અન્વયે ડાયાબીટીસના દર્દીઓ ગ્લુકોમીટરની ખરીદી કરે તો ડૉક્ટરના અભિપ્રાય સાથેનું પ્રિસ્ક્રપ્શન રજૂ કરવાનું રહેશે.

(૧૧) નિયમ - ૨૦ હેઠળ જે કર્મચારી/પેન્શનરએ મેડીક્લેઇમ મેળવેલ હોય તો ક્લેઇમ મંજુર થયાનો કંપનીનો ઓર્ડર/પત્ર સામેલ રાખવાનો રહેશે. મેડીક્લેઇમની રકમ મેળવ્યા બાદ મેડીક્લેઇમ કંપની જોડે બિલો પ્રમાણિત કરાવી કચેરીમાં રીએમ્બર્સમેન્ટ માટે રજૂ કરવાનું રહેશે. તથા આ બાબતનું રજૂ કરેલ સોગંદનામું રીએમ્બર્સમેન્ટ ની રકમના ચુકવણા માટે માન્ય રહેશ્રે.ડીક્લેઇઇ લીધેલ ન હોય તો મેડીક્લેઇઇ લીધેલ ન હોવા અંગેની બાંહેધરી/સોગંદનામું રજૂ  કરવાનું રહેશે.

(૧૨) તા.૦૮/૦૩/૨૦૧૬ ના ઠરાવના નિયમ-(૧૧.૧)(અ) અંતર્ગત કર્મચારીઓના કિસ્સામાં .સરકારી / સરકારી સમકક્ષ હોસ્પિટલોમાં મેળવેલ સારવારના બિલો નાણાકીય મર્યાદા વિના ઉપાડ અને વહેચણી અધિકારીને મંજુર કરવાની સત્તા રહેશે.

(૧૩) તા.૦૮/૦૩/૨૦૧૬ ના ઠરાવના નિયમ-(૧૧.૧) (બ.ર) માં પેન્શનરના કિસ્સામાં બિલ મંજુર કરવાની તમામ સત્તા સબંધિત જિલ્લા તિજોરી અધિકારીને રહેશે.

(9:24 pm IST)