Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસ:સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે કરાશે રાજ્યકક્ષાની ઉજવણી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક  યોજાઈ : રાજ્યના 75 આઈકોનિક સ્થળે મોઢેરાના સૂર્યમંદિર, અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળો, 18 ઐતિહાસિક સ્થળો, 17 કુદરતી સૌંદર્યના સ્થળો અને સાયન્સ સિટીમાં યોગ દિવસની ઉજવણી

અમદાવાદ :કોરોનાના બે વર્ષ પછી વિશ્વ યોગ દિવસની ઓફ લાઇન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. તેને લઈ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમા ક્યા-કાય આયોજનો થશે તે અંગેની માહિતી મુખ્યમંત્રીએ મેળવી હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમિનિટી’ એટલે કે ‘માનવતા માટે યોગ’ છે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે યોજાવવાનો છે.

આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં ક્યાં ક્યાં આયોજન થયુ તે અંગે સીએમએ માહિતી મેળવી હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમિનિટી’ એટલે કે ‘માનવતા માટે યોગ’ છે અને રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્ર્ન્ટ ખાતે આયોજિત કરાયો છે. અહીં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના 75 આઈકોનિક સ્થળે યોગ દિવસની ઉજવણી થશે. જેમાં મોઢેરાના સૂર્યમંદિર, અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળો, 18 ઐતિહાસિક સ્થળો, 17 કુદરતી સૌંદર્યના સ્થળો અને સાયન્સ સિટીનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી થશે.

(9:45 pm IST)