Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

DSP ની આગેવાનીમાં ડેડીયાપાડા સાગબારા, સેલંબા ખાતે પોલીસ અધિકારીઓ સાથે પોલીસે ફલેગ માર્ચ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સોશીયલ મીડીયા પર ધાર્મિક લાગણીઓ દુભાય તેવા મેસેજો વાયરલ થઇ રહેલ હોય જેથી ધાર્મિક લાગણીઓ દુભાય તેવા મેસેજો સોશીયલ મીડીયામા વાયરલ ન થાય અને ડેડીયાપાડા ,તથા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓની આગેવાનીમા નર્મદા જીલ્લાના પોલીસ અધિકારીઓ સાથે ડેડીયાપાડા ,સાગબારા , સેલંબા ખાતે ફલેગ માર્ચ કરી કોઇ અનીચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેના પુરતા પ્રયત્ન કરતી નર્મદા પોલીસ નર્મદા જીલ્લામા કોઇ અનિચ્છનીય બનાવ ન બને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નર્મદા પોલીસ હંમેશા પ્રયત્નશીલ રહે છે .

 

(10:36 pm IST)