Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વડોદરા એરપોર્ટ પર ફેસ માસ્ક વગર પ્રવેશબંધી

કોરોના નિયમોનું પાલન ન કરનારને મુસાફરી નહીં કરવા દેવાનો નિર્ણય કરાયો

વડોદરા : DGCAના નિર્ણય બાદ વડોદરા એરપોર્ટ પર એક્શન જોવા મળી રહ્યું છે. વડોદરા એરપોર્ટ પર ફેસ માસ્ક વગર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે કોરોનાના વધતા કેસને લઇ એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે..કોરોના નિયમોનું પાલન ન કરનારને મુસાફરી નહીં કરવા દેવાનો નિર્ણય કરાયો છે.ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર માસ્ક પહેરનાર મુસાફરને જ એન્ટ્રી મળશે. આ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ માસ્ક વગર  કોઈપણ મુલાકાતીને કચેરીમાં પ્રવેશ નહીં મળે

(12:24 am IST)