Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજયમાં ૧૭૭ આસીસ્‍ટન્‍ટ પબ્‍લીક પ્રોસીકયુટરોની સામુહિક બદલીઓ

જામનગર, દ્વારકા, ખંભાળિયાના બદલાયા

ખંભાળીયા તા. ૧૬: કાયદા વિભાગના નાયબ સચિવશ્રી સી. બી. મખોડીયાની સહીથી ૧૭૭ આસીસ્‍ટન્‍ટ પબ્‍લીક પ્રોસીકયુટરોની સામુહિક બદલીઓ કરવામાં આવી છે. કોડીનારના નરસી લખમ બાંભણીયાને દ્વારકા, જામનગરના લોપા ભટ્ટને ગીરગઢડા, જામનગરના નમ્રતા રાયઠઠ્ઠાને ખંભાળિયા, ખંભાળિયાના નિશાબેન જાનીને જામનગર, જુનાગઢના રમેશકુમાર રામાણીને ધ્રોલ, ખંભાળિયાના સુમીત્રાબેન વસાવાને માંગરોળ, જોડીયાના અશોકભાઇ પરમારની બદલી નડીયાદ થઇ છે. લાંબા સમય પછી તાજેતરમાં ન્‍યાયાધીશની સામુહિક બદલીના હુકમો પછી એ.પી.પી.ની બદલીના પણ સામુહિક હુકમો થયા છે.

 

(11:37 am IST)