Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજય સરકારની NRLM જુનાગઢ જીલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી સાથે ગોંડલની ગીર ગૌ જતનના MOU

૨૦૦ સખી મંડળોને સંસ્‍થાની વેબસાઇટ સાથે ઓનલાઇન વ્‍યાપારમાં જોડી

ગોંડલઃ રાજય સરકારની NRLMજિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી-જૂનાગઢ સાથે ગીર ગૌ જતન સંસ્‍થાનએ MOU કર્યા હતા. જે અંતર્ગત ૨૦૦ સખીમંડળોની બહેનો દ્વારા પંચગવ્‍ય ઉત્‍પાદ, ગોબર પ્રોડકટ, હેન્‍ડીક્રાફટ  તેમજ હેન્‍ડમેડ  વસ્‍તુઓનું ગીર ગૌ જતન સંસ્‍થાનની વેબ સાઇટ  www.gircomcare.org પર વૈશ્વિક સ્‍તરે વેપારમાં જોડી પગભર કરવાનો કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ રમેશભાઇ રૂપારેલિયા તથા સંસ્‍થાના ચેરમેને પ્રયાસ કર્યો હતો.

ગીર ગૌ જતન સંસ્‍થાન દાતા વગર આત્‍મનિર્ભરતાથી ચલાવાય છે. ઉપરાંત તેના પંચગવ્‍ય ઉત્‍પાદ ૧૨૩ જેટલા દેશોમાં મોકલાય છે. તથા વૈદિક ગૌપાલનનું  પ્રશિક્ષણ અપાય છે. જે અંતર્ગત ૨૬ દેશના લોકો પ્રશિક્ષણ લઇ ચુકયા છે. અને અંદાજે સવા સો લોકો રોજગારી અર્થે જોડાયેલા છે.

સમગ્ર ગુજરાત તથા દેશ- પરદેશના ગુજરાત અગ્રણી ઉદ્યોગપતિઓ  તથા મલ્‍ટીડિજિટલ માર્કેટિંગ કંપનીઓએ આગળ આવી આવા સખી મંડળો સાથે ટાઇ-અપ કરી ગ્રામીણ રોજગારી અને ગૌપાલનને મજબૂત કરવા પ્રયાસો કરવા જોઇએ જેથી ગાય, ગ્રામ અને કૃષિને બચાવી શકાય તેવુ રમેશભાઇ રૂપારેલીયાએ જણાવ્‍યુ હતું.

(1:15 pm IST)