Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

૯૧ હિસાબી અધિકારીઓની બદલીઃ રાજકોટ જિલ્‍લા પંચાયતના આર.ડી.ભૂવા ગાંધીનગરમાં

રાજકોટ તિજોરી અધિકારી પદે નંદાણિયાની નિમણૂકઃવી.સી.જામનગરમાં : અમરેલીના તિજોરી અધિકારી આર.બી.સૂવા જૂનાગઢમાં: પોરબંદરના રાવલિયા કચ્‍છમાં: જામનગરના કરમુર રાજકોટમાં સહાયક નિરીક્ષક

રાજકોટ તા.૧૬  રાજયના નાણા વિભાગ દ્વારા ગુજરાત હિસાબી સેવા વર્ગ ૧-ના ૯૧ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્‍યા છે. રાજકોટ જિલ્‍લા પંચાયતમાં હિસાબી અધિકારી તરીકે  ૩ાા વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા આર.ડી.ભુવાને ગાંધીનગર હિસાબ અને તિજોરી કચેરીમાં નીધિ નિરીક્ષણ અધિકારી તરીકે મુકવામાં આવ્‍યા છે. તેમની હાલની જગ્‍યા પર કોઇ નિમણૂક થઇ નથી. ભાવનગરના હિસાબી અધિકારી જયેન્‍દ્ર જેબલિયાને અમદાવાદ જિલ્‍લા પંચાયતમાં રાજકોટના વિમલ સી. ગઢવીને તિજોરી અધિકારી જામનગર, ભાવનગરના બેલુર રાવલને  સહાયક નિરીક્ષક ગાંધીનગર, જુનાગઢના માલદે નંદાણિયાને તિજોરી અધિકારી રાજકોટ, અમરેલીયા તિજોરી અધિકારી આર.વી.સૂવાને સહાયક નિરીક્ષક જૂનાગઢ, દ્વારકાના તિજોરી અધિકારી જયશ્રી ગોવાણીને પોરબંદર સહાયક નિરીક્ષક, પોરબંદરના હિસાબી અધિકારી દીપક વાઘેલાને સહાયક નિરીક્ષકશ્રી પોરબંદરના તિજોરી અધિકારી રમેશ રાવલીયાને સહાયક નિરીક્ષક ભુજ, સુરેન્‍દ્રનગરના હિસાબી અધિકારી કલ્‍પેશગીરી ગોસ્‍વામીને ભાવનગર તિજોરી અધિકારી તરીકે મૂકવામાં આવ્‍યા છે. જૂનાગઢ હિસાબી અધિકારી રાજાભાઇ છેલાણાને દ્વારકા તિજોરી અધિકારી, રાજકોટના સહાયક નિરીક્ષક કીર્તિબા વાઘેલાને જૂનાગઢ કોર્પોરેશનમાં, જામનગરના હિસાબી અધિકારી અળશીભાઇ કરમુરને સહાયક નિરીક્ષક રાજકોટ, અમરેલીના સિધ્‍ધી મહેતાને દાહોદ જિલ્‍લા તિજોરી અધિકારી  તરીકે નિમણૂક આપવામાં આવી છે.

(1:38 pm IST)