Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નાફકલ દ્વારા તા. ૨૩મીએ અમિતભાઇ શાહની ઉપસ્‍થિતીમાં નેશનલ કોન્‍કલેવ

૧૦૦ વર્ષ જૂની સહકારી બેંકોને કેન્‍દ્રીય મંત્રીના હસ્‍તે સન્‍માન

રાજકોટ,તા. ૧૬ : સહકારી ક્ષેત્રની સર્વોચ્‍ચ સંસ્‍થા, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ અને ક્રેડિટ સોસાયટીઝ લિ. (નાફકબ-ન્‍યુ દિલ્‍હી) દ્વારા તા. ૨૩મીના ગુરૂવારે, વિજ્ઞાન ભવનમાં અમિતભાઇ શાહ (કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી)ની વિશેષ ઉપસ્‍થિતિમાં ઙ્કઅર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સેકટરની ભવિષ્‍યની ભૂમિકા' વિષયક સેમિનારનું આયોજન કરાયેલ છે.

જાણીતા સહકારી અગ્રણી અને નાફકબ અધ્‍યક્ષ જયોતીન્‍દ્રભાઇ મહેતાએ જણાવેલ છે કે, ‘રાષ્ટ્રીય કોન્‍કલેવમાં ૧૦૦ વર્ષ જૂની સહકારી બેકોને કેન્‍દ્રીય સહકાર મંત્રી દ્વારા સન્‍માનિત કરવામાં આવશે. તે સહકારી બેંકિંગ મોડલની સફળતાનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ છે. વિશેષમાં, શહેરી સહકારી બેંકોને આગળ વધવા માટે વિવિધ મુશ્‍કેલીઓ પડે છે. તે અંગે કેન્‍દ્રીય મંત્રીને અનુરોધ કરાશે.

અત્રે ઉલેખનીય છે કે, દેશભરમાં ૧૫૦ ૦થી વધુ સહકારી બેકો કાર્યરત છે. ઉપરોક્‍ત આયોજનને સફળ બનાવવા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સેમિનારમાં ૧,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

આ રાષ્ટ્રીય કોન્‍કલેવમાં અમિતભાઇ શાહ (ગૃહ અને સહકાર મંત્રી-કેન્‍દ્ર), બી. એલ. વર્મા (રાજયકક્ષાના મંત્રી-સહકાર મંત્રાલય), જ્ઞાનેશ કુમાર આઇ.એ.એસ. (સેક્રેટરી-સહકાર મંત્રાલય), એચ. કે. પાટીલ (એમ.એલ.એ.કર્ણાટક-ચેરમેન ઇમેરીટ્‍સ-નાફકબ ), જયોતીન્‍દ્રભાઇ મહેતા (અધ્‍યક્ષ-નાફકબ), વી. વી. અનાસ્‍કર (ઉપાધ્‍યક્ષ-નાફકબ), સતીષજી મરાઠે (ડિરેકટર-આર.બી.આઇ.), ડી. એન. ઠાકુર (રાષ્ટ્રીય પ્રમુખ સહકાર ભારતી), એન. એસ. વિશ્વનાથન (રીટાયર્ડ ડેપ્‍યુટી ગર્વનર-આર.બી.આઇ. ), દિલીપભાઇ સંઘાણી (અધ્‍યક્ષ- એનસીયુઆઇ) ઉપરાંત દેશભરના સહકારી ક્ષેત્રના અનેકવિધ અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

(3:54 pm IST)