Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

૨૧ જુને વિશ્વ યોગ દિવસે પતંજલી યોગપીઠ દ્વારા ટંકારા, દેવભૂમિ દ્વારકા અને સોમનાથમાં યોગાભ્‍યાસ

યોગશિક્ષકો અને કાર્યકરો દ્વારા યોગના પ્રચાર-પ્રસાર સાહિત્‍યનું વિતરણઃ જાહેર આમંત્રણ

રાજકોટઃ ભારત સ્‍વાભિમાન ટ્રસ્‍ટ દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રભારી શ્રી લક્ષ્મણભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીના સંકલ્‍પને ચરિતાર્થ કરવા આજે વિશ્વના ૨૦૦ દેશો એ ભારતના યોગ વિજ્ઞાનને સ્‍વીકાર્યુ છે. પરમ પૂજય સ્‍વામી રામદેવજી મહારાજ અને પરમ પૂજય આચાર્ય બાલકૃષ્‍ણજી મહારાજએ યોગને ગુફાઓ અને શાષાોમાંથી બહાર કાઢીને ઘેર ઘેર પહોચાડયા છે. તેમજ યોગને વિશ્વપ્રસિધ્‍ધિ અપાવી છે. શ્રી રામદેવજી મહારાજે સમગ્ર દેશમાં ૭૫ પવિત્ર સ્‍થાનો પર વિશ્વ યોગ દિન નિમિતે એટલે કે ૨૧મી જૂનના રોજ ભવ્‍યાતિ-ભવ્‍ય યોગાભ્‍યાસનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્‍ટ્રના ત્રણ મહાતીર્થ (૧) સ્‍વામી દયાનંદ સરસ્‍વતીની પાવન જન્‍મભૂમિ ટંકારા, *યોગ શિબિર સ્‍થળઃ આર્ય વિદ્યાલયમ રાજકોટ મોરબી હાઇવે, ખોડીયાર મંદિર પાસે, (૨) યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્‍ણની કર્મર્ભમિ દ્વારકા અને (૩) આદીયોગી ભગવાન શ્રી શિવજીના પ્રથમ જયોતિલિંગ ધામ સોમનાથ ખાતે અનન્‍ય યોગાભ્‍યાસ પતંજલિ યોગપીઠના તત્‍વાધાનમાં યોજાશે.

ઉપરોકત ત્રણેય તિર્થોની આસપાસના ગામડાઓમાં શહેરોમાં યોગના પ્રચાર-પ્રસાર અને સાહિત્‍યનું વિતરણ કરવા માટે સંનિષ્‍ઠ યોગશિક્ષકો અને કાર્યકર્તોઓની ટીમો ફરી રહી છે અને તેને વિવિધ શેક્ષણિક, ધાર્મિક સંસ્‍થાઓ અને પ્રસાશન તરફથી જોરદાર પ્રતિભાવ મળી રહ્યો છે.

૨૧મી જુન મંગળવારના વહેલી સવારે ૬ થી ૭.૩૦ કલાકે સમગ્ર દેશમાં એક સાથે એક સરખો યોગાભ્‍યાસ કરવાનો આ વિશ્વવિક્રમ છે. હાલની ઝડપી જીવનશૈલીના કારણે લોકોમાં તણાવ, બીપી, ડાયાબિટીસ, માઇગ્રેન, કબજીયાત, સાંધાના દુખાવા, કમરના દુખાવા,સ્‍થૂળતા, થાઇરોઇડ અને ખાણીપીણીના કારણે કેન્‍સર આદી મહા રોગોનું પ્રમાણ વધી રહ્યુ છે ત્‍યારે તેમાંથી બચવા માટે યોગસાધના એ જ સસ્‍તો અને સરળ ઉપાય છે. પતંજલિ યોગપીઠ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં ૨૫૦થી વધુ સ્‍થળોએ તાલીમ પામેલા યોગશિક્ષકો દ્વારા વિનામૂલ્‍યે યોગાભ્‍યાસ કરાવાય છે તેનો લાભ લેવા સૌને આમંત્રણ અપાયુ છે.

૨૧ મી જૂનના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી લક્ષ્મણભાઇ પટેલ, વિનોદ જી શર્મા, લાલજીભાઇ સોલંકી, જોગારામ જી.સુરત, બહેન તનુજા જી ધના ભા જડિયા દ્વારકા હરેશભાઇ જૂંગી સોમના, ઉત્તર ગુજરાત મહિલા પ્રભારી, સોનિકાબેન, ઉપલેટા દિનેશભાઇ, કચ્‍છ ભરતભાઇ ઠકકર ગોંડલ ભાવિકભાઇ પટેલ, મોરબી મહિલા પતંજલિ સમિતિના ભારતીબેન રંગપરીયા, યુવા પ્રભારી સંજયભાઇ રાજપરા, અદરપા ટંકારા આર્ય સમાજ મંત્રી દેવજીભાઇ, રણછોડભાઇ, માતૃભૂમિ વંદના ટ્રસ્‍ટ પ્રમુખ મહેશભાઇ ભોરણીયા, ખુશાલભાઇ તથા રાજકોટના યોગગુરૂ કિશોરભાઇ પઢીયાર, નટવરસિંઞ ચૌહાણ, નિશાબેન  ઠુમ્‍મર, પ્રભુદાસભાઇ મણવર, દીપકભાઇ તળાવીયા, રજનીભાઇ ધમસાણિયા હર્ષદભાઇ યાજ્ઞિક, ગીતાબેન સોજીત્રા, અલ્‍પાબેન પારેખ, ડો. હર્ષાબેન ડાંગર, પુનમબેન કટારીયા, નીતિનભાઇ કેસરીયા, પદ્માબેન રાચ્‍છ, રેખાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:45 pm IST)