Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ઉત્તરસંડાના ભવાનીપુરાના બંધ મકાનમાંથી પોલીસે બાતમીના આધારે 4લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

નડિયાદ : નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ભવાનીપુરા ખાતે એક પ્રોહી બુટલેગરના બંધ મકાન પર પોલીસે દરોડો પાડયો હતો અને વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ ૧૪૪ કિંમત રૂ. ૭૨,૦૦૦, ૧૮૦ મી.લી.ની બોટલ નંગ ૧૮૬૮ કિંમત રૂ. ૧,૮૬,૮૦૦ તથા બિયર ટીન નંગ ૧૪૮૮ કિંમત રૂ. ૧,૪૮,૮૦૦ મળી કુલ રૂ. ૪,૦૭,૬૦૦ નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. 

રેઈડ દરમિયાન પ્રોહી. બુટલેગર રણજીત ઉર્ફે જેડી મળી આવ્યો ન હતો. આ સંદર્ભે ચકલાસી પોલીસે રણજીત ઉર્ફે જેડી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચકલાસી પોલીસ મથકના પો.સ.ઇ વી.એ. શાહ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન તેઓને બાતમી મળેલી કે ઉત્તરસંડા ભવાનીપુરા ભુમેલ ખાતે રહેતો પ્રોહી. બુટલેગર રણજીત ઉર્ફે જેડી શનાભાઇ પરમાર પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું છૂટક વેચાણ કરે છે. તેના આધારે પોલીસે દરોડો પાડી બંધ મકાનમાંથી વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની ૧૪૪. ૧૮૦ મી.લી.ની ૧૮૬૮ તથા બિયર ટીન ૧૪૮૮ મળી કુલ રૂ. ૪,૦૭,૬૦૦ નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ રેઇડ દરમિયાન પ્રોહી. બુટલેગર રણજીત ઉર્ફે જેડી મળી આવ્યો ન હતો. આ સંદર્ભે ચકલાસી પોલીસે રણજીત પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:02 pm IST)