Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અગ્નિપથ યોજના પાછી લેવામાં આવે, આ યોજના દ્વારા દેશપ્રેમીઓ નું અપમાન છે : જૂની નીતિઓ પ્રમાણે જ આર્મી માં યુવાનો ની ભરતી કરવામાં આવે : સરકારની દેશપ્રેમીઓ ને, ફક્ત 4 વર્ષ સુધી નોકરી આપવા વાળી નીતિ ખોટી :

પગાર અને પેંશન બચાવા અગ્નિપથ યોજના દ્વારા સરકારે આટલું નીચું ના પડવું જોઈએ : આમ આદમી પાર્ટી દેશ માટે જીવ આપતા યુવાનો નો સહયોગ કરે છે : ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરીનો ભાજપ સરકાર સામે આક્રોશ

રાજકોટ તા.૧૬ :આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ કેન્દ્ર સરકાર ની અગ્નિપથ યોજના  પર સમગ્ર દેશમાં થઈ રહેલા વિરોધ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કેંદ્ર ની નરેન્દ્રભાઈ મોદી સરકારની અગ્નિપથ યોજના દ્વારા  દેશપ્રેમી યુવાનો માટે અપમાન જનક છે. જેમાં આર્મી, એરફોર્સ, નેવી માં ભરતી માત્ર 4 વર્ષ માટે કરવાનું નક્કી કર્યું છે. જેના કારણે જે દેશ પ્રેમી યુવાઓ જે દેશ ની સેવા કરવા આર્મી માં ભરતી થવા માંગતા હતા તે તમામ અત્યારે યોજના નો વિરોધ કરતા રસ્તા પર ઉતર્યા છે. અને રોહતક માં તો એક વિદ્યાર્થી ઉમેદવારને એટલું ખોટું લાગી આવ્યું કે તેને આપઘાત કર્યો છે. ખુબ જ દુઃખ લાગ્યું જાણીને કે જે દેશના યુવાઓ પોતાના જીવ ની ચિંતા કર્યા વગર દેશ માટે આર્મી માં ભરતી થવા માંગે છે તેને તમે ફક્ત 4 વર્ષ જ નોકરી આપશો ? પગાર બચાવા, પેંશન બચાવા શું સરકાર આટલી નીચે પડી જશે? આર્મી ના જવાનો જેમની આખી જિંદગી ની જવાબદારી સરકારે રાખવી જોઈએ! શું તેને સરકાર 4 વર્ષ માં છૂટા કરી દેશે?

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, આ નિર્ણય ખુબ જ વાહિયાત અને ફરીથી વિચારવા જેવો નિર્ણય છે. દેશ ના તમમાં આર્મી ની ભરતી ની તૈયારી કરતા યુવાનો આજે રસ્તા પર છે. હું તેમને કહીશ કે તમારો વિરોધ ખોટો નથી પણ તેના માટે તમે કોઈ પણ હિંસક પગલું ના ભરતા. હું સરકાર ને કહીશ કે તમામ યુવાઓની માંગણી સાંભળવી જોઈએ.

આ એવી પહેલી સરકાર છે જે ખેડૂતો માટે કાયદો લાવ્યા તો ખેડૂતો ને રસ્તા પર ઉતરવું પડ્યું અને જયારે 700 જેટલા ખેડૂતો મૃત્યુ પામ્યા પછી સરકાર ને સમજાયું કે આ ખેડૂતોનો કાયદો નથી આ તો ઉદ્યોગપતિઓના ફાયદાનો કાયદો છે જે પછી સરકારે પાછો લીધો. પણ 700 લોકો નો જીવ તો ગયો ને. આજ ફરીથી સરકારે એવો જ કાયદો યુવાનો ની આર્મી માં ભરતી માટે લાવ્યા છે જેમાં એક વ્યક્તિ નો જીવ તો જતો જ રહ્યો છે. એટલે સરકારે બીજી કોઈ આવી દુર્ગટના ના ઘટે તે માટે આ નિર્ણય પાછો લેવો જોઈએ.

આમ આદમી પાર્ટી વતી હું સરકાર થી માંગણી કરવા માંગુ છું કે, જે યુવાનો આર્મી, એરફોર્સ અને નેવી માં ભરતી થવા માંગતા હોય એમને પૂરતા પગાર સાથે, મજબૂતાઈથી જૂની નીતિઓ પ્રમાણે જ ભરતી કરવામાં આવે. અને ધ્યાન રાખવામાં આવે કે દેશ માટે જીવ આપતા યુવાનોની માંગણી પુરી થાય

(9:13 pm IST)