Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોવી ચોકડી પાસે ઇકો ગાડીએ મોટરસાઇકલને ટક્કર મારતા એકને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોવી ગામની ચોકડી પાસે ફોર વ્હીલ ગાડીનાં ચાલકે મોટરસાઈકલને અકસ્માત કરી એક શખ્સને ઇજા કરતા ફરિયાદ નોંધાઇ છે
મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ મોવી ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતી તે સમયે નેત્રંગ તરફથી પુરપાટ આવતી ઇકો ગાડી નં.GJ 16 CS 0195 નાં ચાલકને ઊભી રાખવા ઈશારો કરવા છતાં તે ભાગવા જતા પોલીસે તેને ઝડપી પાડયો હતો પરંતુ ત્યાં એક મોટર સાઇકલ નં. GJ 06 DN 0826 સાથે અકસ્માત કરતા મોટરસાઇકલ પાછળ બેઠેલા હરેશ પ્રકાશભાઈ ભોઈને ઈજાઓ કરી ગુનો કરતા પોલીસે ઇકો નાં ચાલક રાજુ રણછોડભાઈ વસાવા રહે નેત્રંગ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:13 pm IST)