Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજપીપળાની ભરૂચ પરણાવેલી પરણિતાને ત્રાસ આપનાર સાસરિયાઓ સામે મહિલા પો.સ્ટે.માં ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રજપૂત ફળિયાંમાં રહેતા અને ભરૂચ ખાતે લગ્ન કરેલ પરણિતાને ત્રાસ આપી કાઢી મૂકનાર સાસરિયાઓ સામે રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર જયેંદ્રસિંહ રણાનાં દીકરી તથા હેંમતભાઇ અશ્વિનભાઇ રાવલની પત્ની ધારાબેનએ આપેલી ફરિયાદ મુજબ ધારાબેનના પતિ હેમંતભાઈ અશ્વિનભાઈ રાવલ અવાર-નવાર દારૂ પીને ખોટા બહાના કાઢી ઝધડો કરી ગાળો બોલી મારઝુડ કરતા હોય તેમજ તેમના સસરા અશ્વિનભાઇ ઉમીયાશંકર રાવલ અને દિયર અલ્પેશભાઇ અશ્વિનભાઇ રાવલ (તમામ રહે,એબી/૪૭, શુભલક્ષ્મી બંગલોઝ, સગુન એપાર્ટમેન્ટ, સાંઇબાબાના મંદિર પાસે, ઝાડેશ્વર, ભરૂચ) નાઓ ધારાબેનને મહેણા ટોણા મારી ઝધડો કરી એક સંપ થઇ ઘરમાંથી કાઢી મુકી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા ત્રણ સાસરિયાઓ સામે ગુનો દાખલ થયો છે .

(10:14 pm IST)