Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ખામર ગામ પાસે ટ્રક ડ્રાઈવરને માર મારી ફોર વ્હીલની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ખામર ગામ પાસેથી ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરી માર મરનાર શખ્સો સામે આમલેથા પોલીસ મથકે ગુનો નોંધાયો છે

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલક બબન મગનભાઈ ગોડબંજરાએ આપેલી ફરિયાદ અનુસાર બબન ટ્રક ઉપર ડ્રાઈવિંગ કરતો હોય અને ચાર મહિનાથી ડ્રાઈવર તરીકેની ફરજનો પગાર નહિ આપતા રેતી ભરેલી ટ્રક તેણે ખામર ગામની સ્વાગત હોટલ ઉપર મૂકી વિજય વલ્લભભાઈ નાગેશ્વરી પાસે પગારની માંગ કરી હતી પરંતુ વિજયભાઈએ ડ્રાઈવરને પગાર આપવાની ના કહેતા ડ્રાઈવરે ટ્રક સ્વાગત હોટલ પરજ મૂકી રાખી હોય જેથી આ ચારેય શખ્સોએ ત્યાં આવી બબન સાથે ગાળાગાળી કરી ધોલધાપટ કરી પત્થર વડે માર મારી ઈજાઓ કરી સફેદ કલરની ફોર વ્હીલ ગાડીની ડિકીમાં અપહરણ કરી હવે પછી પગાર માંગીશ તો તારા હાથપગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી પોલીસે (૧) વિજયભાઈ વલ્લભભાઈ નાગેશ્વરી(૨) નવનીતભાઈ જેનુ પુરૂ નામ ખબર નથી(૩) લાલા જેના અસલ નામની ખબર નથી (૪) સંજય જેનુ પુરૂ નામ ખબર નથી (તમામ રહે. મહારાણા પ્રતાપચોક, લક્ષ્મીપાર્ક સોસાયટી, સુરત) નાઓ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:19 pm IST)