Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અમદાવાદમાં ચોમાસામાં નવા ખોદકામની ખાનગી કંપનીને નહીં મળે મંજૂરી :સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય

ચોમાસા દરમિયાન રોડ પરની મુખ્ય લાઈટો કાર્યરત રહે તે માટે પોલ ચેક કરવા સૂચના

અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ચોમાસામાં કોઈ પણ ખાનગી કંપનીને ખોદકામની મંજૂરી નહીં મળે. મુખ્ય લાઈટો કાર્યરત રહે તે માટે વીજપોલ ચેક કરવા માટે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે. નવા રોડના કામ પૂર્ણ થયા હોય ત્યાં કેચપીટો ઉપાડવા સૂચન કરવામાં આવ્યુ છે. નાગરિકોને અસુવિધા ન થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચન કરી દેવામાં આવ્યુ છે.

અમદાવાદ મહાનગર પાલિકા તરસ લાગે ત્યારે જ ખાડો ખોદવા બેસતી હોય તેમ લાગી રહ્યુ છે.  કારણ કે હવે ચોમાસુ નજીકમાં છે એટલે તંત્રએ કામગીરીના નામે ઠેર ઠેર રસ્તાઓ પર ખોડા ખોદીને મૂકી દીધા.  પરિણામે હાલાકી વેઠવાનો વારો આવ્યો જનતાનો. જનતાની સુવિધા સારુ કાર્ય કરવાને બદલે એએમસીના સત્તાધીશોએ પ્રજાને મુસીબતમાં મુકી દીધી. પ્રિ મોન્સૂન કામગીરીના નામે ચોમાસા પહેલા જ શહેરના વિવિધ રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી પુરજોશમાં થઈ રહી હોવાના દાવા વચ્ચે શહેરમાં 59 સ્થળોએ જળબબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.AMCના ઇજનેર વિભાગે સોંપેલા રિપોર્ટ મુજબ શહેરમાં સૌથી વધુ જળભરાવની સ્થિતિ વાળા સ્થળો દક્ષિણઝોનમાં આવેલ છે.મ્યુનિસિપલ કમિશનરે ઇજનેર વિભાગને આ સ્થળોએ સવિશેષ કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.ઈજનેર વિભાગના રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં વરસાદ બંધ થયાના એકથી ત્રણ કલાક સુધી જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે.

(11:54 pm IST)