Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં :ઉત્તર ઝોનની 59 બેઠકો પરના પ્રભારી જાહેર

ભાજપે ચૂંટણી જીતવા માટે અત્યારથી જ અગમચેતી પગલાં ભરીને વિરોધ પક્ષને હરાવવા માટે રણનીતિ બનાવી : કઈ બેઠકના કોણ પ્રભારી : જાણો સંપૂર્ણ યાદી

અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની તાડમાર તૈયારીઓમાં ભાજપ લાગી ગઇ છે, ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જીતવા માટે કમરકસી છે, અને 150 બેઠક જીતવાનો લંક્ષ્યાક છે..કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે સરકારની તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચાડવી.આ સાથે જ ભાજપે આજે 59 બેઠકો પર પ્રભારી જાહેર કરી દીધા છે.

આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.  પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ચૂંટણીની વિવિધ રણનીતિઓ બનાવી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તર ઝોનની 59 વિધાનસભા બેઠકોના પ્રભારીઓની જાહેરાત કરી છે.  ઉત્તર ઝોનની 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરની વિધાનસભા સીટોનો પણ સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે ભાજપે ચૂંટણી જીતવા માટે અત્યારથી જ અગમચેતી પગલાં ભરીને વિરોધ પક્ષને હરાવવા માટે રણનીતિ બનાવી છે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાલ ખુબ સક્રીય છે,આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના પ્રવાસ વધારી દીધાં છે.

(12:12 am IST)