Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદી માહોલ જામશે :અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય

રાષ્ટ્ર-કચ્છ અને સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ :  રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ અરબી સમુદ્રમાં તૈયાર થઈ છે જેને પરિણામે આગામી બે દિવસ સારો વરસાદ થઈ શકે છે. વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો માટે સાારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં સારો વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. આ વરસાદને પગલે ખેડૂતો મગફળી સહિતના પાકની વાવણી માટે શરૂઆત કરી શકે છે.

(12:31 am IST)