Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર અલર્ટ : NDRFની 10 ટીમ સ્ટેન્ડબાય રખાઈ

વડોદરાના જરોદ ખાતેના NDRFના હેડ ક્વાર્ટરથી ટીમો રવાના : ગુજરાતમાં 8 અને રાજસ્થાનમાં 2 ટીમો અલર્ટ

અમદાવાદ :  રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર અલર્ટ થઇ ગયું છે. NDRFની 10 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વડોદરાના જરોદ ખાતેના NDRFના હેડ ક્વાર્ટરથી ટીમો રવાના થઈ છે. ગુજરાતમાં 8 અને રાજસ્થાનમાં 2 ટીમો અલર્ટ પર છે. સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ કચ્છ સહિત જિલ્લામાં ટીમ અલર્ટ કરવામાં આવી છે. NDRFની એક ટીમમાં 25 જવાનો તમામ જરૂરી સાધનોથી સજ્જ થઇ ગયા છે.

(11:16 pm IST)