Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સુરતના વરાછા મોહન નગર પાસે કોરોના ને આમંત્રણ આપતા દ્રશ્ય : સુરત હજી કોરોનાનું તાંડવ ભૂલ્યું નથી ત્યારે સુરતમાં આ વિસ્તારમાં નથી માસ્ક કે નથી સોશ્યલ ડિસ્ટન્ટ આ ભીડ કોરોનાને આમંત્રણ આપી રહી છે: સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર આ વિસ્તારની મુલાકાત લેશો તો તે પણ આ દ્રશ્ય જોઈ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ આપશો

(કાર્તિક બાવીશી દ્વારા )સુરતના વરાછા પાસે આવેલ મોહનનગર માં ભારે ભીડ જોવા મળી હતી વાહનચાલકો અને રાહદારીઓ કોઈ પણ માસ્ક પહેરતા નથી કે નથી દુકાનદારો પહેરતા છતાં પણ તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે વરાછા પોલીસ સ્ટેશન ની આસપાસના વિસ્તારમાંથી કાયદાનો ખુલ્લેઆમ ભગં થઈ રહ્યો છે છતાં પણ પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું  છે  પોલીસ તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર જો આ વિસ્તારની મુલાકાત લેશે તો આ  દ્રશ્ય જોઇ તે પણ અચંબામાં મુકાઈ જશે તેમા શંકા ને સ્થાન નથી

(1:57 pm IST)