Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દેશ લેવલે-ગુજરાતની ચારેય વીજ કંપનીઓ ટોપ ઉપર : ઇકરાએ રેટીંગ જાહેર કર્યુ

પશ્ચિમ દક્ષિણ-ઉત્તર-મધ્ય એમ ચારેય વીજ કંપનીઓને A-પ્લસ ગ્રેડ

રાજકોટ, તા. ૧૬ :  દેશની રેટીંગ એજન્સી ઇકરા અને કેર દ્વારા દેશની કુલ ર૦ વીજ વિતરણ કંપનીઓ અંગે ર૦ર૦નું રેટીંગ જાહેર કરતા ગુજરાતની ચારેય વીજ કંપનીઓ એક થી ૪ માં ટોપ ઉપર આવી ગઇ છે., ગયા વર્ષે એટલે કે ર૦૧૯માં પાંચમાં ક્રમ હતો તેમાંથી ચાર સ્ટેપનો કુદકો મારી ગુજરાત વીજ બોર્ડ પ્રથમ નંબરે જાહેર  થયું છે. ઇકરાએ જાહેર કરેલ રેટીંગ મુજબ ગુજરાતની પશ્ચિમ ઉતર-દક્ષિણ અને મધ્ય ગુજરાત વીજ કંપનીઓને એ-પ્લસ રેન્કીંગ મળ્યા છે, વીજ મિતાણ-લાઇનલેશ બીલીંગ વીજ ચોરી વિગેરે તમામ પ્રકારે શ્રેષ્ઠ કામગીરી જાહેર કરાઇ છે. પાંચમા ક્રમે દક્ષિણ હરીયાણા વીજળી વિતરણ નિગમ લીમીટેડ આપી છે.

(3:15 pm IST)