Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

૨૩ થી ૨૬ જુલાઈ વરસાદનો મોટો ભારે રાઉન્ડ આવી શકે છે

તા. ૨૧, ૨૨ આસપાસ લો પ્રેસર બનશે જે મજબૂત બની શકે છે : આ સિસ્ટમ્સ ગુજરાત ઉપર આવશે : તા. ૨૨ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વધ-ઘટ સાથે ઝાપટા - હળવો - મધ્યમ વરસાદ ચાલુ રહેશે : ૧૮મીથી પવનનું જોર વધશે

રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે હાલ સિસ્ટમ્સ અરબ સાગરમાં સક્રીય છે...જે પશ્ચિમ બાજુ ગતી કરશે...

 તા.૧૭ થી તા.૨૨ જુલાઈ સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારો માં વિસ્તારની વધ-ઘટ સાથે ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે...તા.૧૮ થી પવનનું પ્રમાણ પણ વધશે.. ૨૫ થી ૪૦ કિ.મી.ની સુધીના પવનો જોવા મળી શકે છે..

તા.૧૯/૨૦ જુલાઈ આસપાસ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પણ પસાર થનાર છે... આગાહીના પાછલા દિવસોમાં બંગાળની ખાડીમાં મજબુત લો પ્રેસર પણ બનશે...

વેધરની ખાનગી સંસ્થા જણાવે છે કે ફરી વરસાદનો રાઉન્ડ આવે તેવી પ્રબળ શકયતા છે.

હાલના અનુમાન મુજબ તા.૨૧/૨૨ જુલાઈ આસપાસ ણુંણુ માં લો પ્રેસર બની શકે છે.જે વધુ મજબુત બની શકે છે..હાલ મોડલ પ્રમાણે સોમાસુ ધરી નોર્મલ જગ્યા એ કે એથી પણ થોડીક નીચી સરકશે.જેને હિસાબે સિસ્ટમ્સ ગુજરાત તરફ આવી શકે છે સિસ્ટમ્સ ટ્રેક ગુજરાત રાજ્ય ને અનુકુળ રહે તેમ હોય. તા. ૨૩/૨૪ થી ૨૬ માં એક મોટો ભારે રાઉન્ડ આવી શકે છે...

આગામી ૨૧-૨૨ જુલાઈમાં બંગાળની ખાડીમાં થનાર લો પ્રેશર થયા વિશેષ અપડેટ આપવામાં આવશે તેમ જણાવાયુ છે.

(3:15 pm IST)