Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગુજરાતમાં MSME સેકટરમાં ''પહેલા પ્રોડકશન પછી પરમિશન'' સિંગલ-વિન્ડો કલીયરન્સ સિસ્ટમપ્રઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થતા કર્ણાટકના મંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાતે કર્ણાટકના મિડીયમ-લાર્જ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી જગદીશ શેટ્ટાર : ૧૩ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ગિફટ સિટી-ધોલેરા SIR –સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયા-સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રવાસ મૂલાકાતનો ઉપક્રમ : સી.એમ ડેશબોર્ડ-જનસંવાદ કેન્દ્રની મૂલાકાત કરી

 રાજકોટ, તા. ૧૬ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત કર્ણાટક સરકારના મિડીયમ એન્ડ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી  જગદિશ શેટ્ટારે ગાંધીનગરમાં લીધી હતી .

કર્ણાટકના આ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ૧૩ સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાતના વિકાસ મોડેલ ખાસ કરીને MSME સેકટરની સમગ્ર ઇકોસિસ્ટમના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કર્ણાટકના મંત્રી અને પ્રતિનિધિમંડળ સાથેની મૂલાકાત બેઠકમાં ગુજરાતે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને આયોજનમાં ગિફટ સિટી જેવી વિશ્વકક્ષાની વાણિજ્યીક-નાણાંકીય ગતિવિધિઓના સેન્ટરનું નિર્માણ થવાની સફળતા તેમજ વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પગલે વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત બન્યું છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

કર્ણાટકના મંત્રી જગદિશ શેટ્ટાર ગુજરાતમાં MSME સેકટરને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા પ્રોત્સાહનોમાં ''પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો'' અભિગમ, સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ કાર્યપદ્ધતિની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા.

તેમણે કર્ણાટક પ્રતિનિધિમંડળનો ગુજરાત પ્રવાસ આ બધા ક્ષેત્રોની તલસ્પર્શી જાણકારી મેળવવામાં ઉપયુકત બનશે તેવી અપેક્ષા પણ દર્શાવી હતી

મુખયમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે સંપૂર્ણ લોકડાઉન લગાવ્યા સિવાય  ગતિવિધિઓ યથાવત રાખીને કોરોનાની બે લહેર પર નિયંત્રણ મેળવ્યું છે તેની તેમજ રાજ્યમાં સઘન રસીકરણ ઝૂંબેશ અન્વયે ર.૮૭ કરોડ લોકોના વેકિસનેશનની વિગતો પણ આ બેઠક દરમ્યાન આપી હતી

. સંભવિત ત્રીજી લહેરના મૂકાબલા માટેનો એકશન પ્લાન ગુજરાતે તૈયાર કર્યો છે એમ તેમણે જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રતિનિધિમંડળને ધોલેરા SIR, ગિફટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ-સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વગેરેની સ્થળ મૂલાકાત લેવા પણ અનુરોધ કર્યો હતો.

આ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રી નિવાસ સ્થાને સી.એમ ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની મૂલાકાત લઇ રિયલ ટાઇમ મોનિટરીંગ અને વિવિધ યોજનાના લાભાર્થીઓના ફિડબેકની સિસ્ટમ પણ નિહાળી પ્રભાવિત થયા હતા.

ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ કર્ણાટકના મંત્રીશ્રી તેમજ સમગ્ર પ્રતિનિધિમંડળને રાજ્યના ઔદ્યોગિક વિકાસ, FDI માં અગ્રેસરતા, વિવિધ ક્ષેત્રે રોકાણની તકો તેમજ સી.એમ ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ કર્યા હતા.

આ મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમ રાની ઉપસ્થિત રહ્યા હતા.

કર્ણાટકના પ્રતિનિધિમંડળમાં એડિશનલ ચીફ સેક્રેટરી કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ડો. રાજકુમાર ખત્રી, કમિશનર ફોર ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ એન્ડ ડિરેકટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ શ્રીમતી ગુંજન ક્રીષ્ના, કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડના સી.ઇ.ઓ. ડો. એન. શિવશંકરા, 'કર્ણાટક ઉદ્યોગ મિત્ર'ના મેનેજિંગ ડિરેકટર શ્રી એચ.એમ રેવન્નાગૌડા, ઈન્વેસ્ટ કર્ણાટકા ફોરમના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી બી.કે. શિવકુમાર, કર્ણાટક ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડના સી.ડી.ઓ શ્રી બી.કે પવિત્રા, કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડના એકિઝક્યુટીવ એન્જિનિયર શ્રી સુનીલ સી., લાર્જ એન્ડ મિડિયમ ઇન્ડસ્ટ્રી મંત્રીશ્રીના પર્સનલ સેક્રેટરી શ્રી ધવલેશ્વરા, કર્ણાટક ઉદ્યોગ મિત્રના ડેપ્યુટી ડિરેકટર શ્રીનિવાસઅપ્પા એન., કર્ણાટક ઉદ્યોગ મિત્રના ડેપ્યુટી ડાયરેકટર શ્રી મધુ વી.એસ., ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી શ્રી જગન્નાથ બાન્ગરા અને મીડિયા કોઓર્ડીનેટર શ્રી અરુણકુમાર એચ.વી. નો સમાવેશ થાય છે.

(3:46 pm IST)