Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

હિંમતનગર તાલુકાના મનોરપુર ગામે દૂધ મંડળીમાં સેક્રેટરીએ 6 લાખથી વધુની ઉચાપત કરતા ગુનો દાખલ

 હિંમતનગર:તાલુકાના મનોરપુર ગામની દુધ મંડળીમાં ઉચાપતના મામલે અગાઉ જિલ્લા રજીસ્ટ્રારમાં રજુઆતો થયા બાદ સમગ્ર મામલો પંથકમાં ચર્ચાના એરણે ચડયો હતો. સહકારી મંડળીઓના ઓડીટરે ગુરૂવારે દુધ મંડળીના સેક્રેટરીચેરમેનવા. ચેરમેન અને કમીટીના ૧૩ સભ્યો વિરૂધ્ધ રૃા. ૬ લાખથી વધુની કાયમી ઉચાપતના મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા હિંમતનગરના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મંડળીના સેક્રેટરી અને અન્ય હોદ્ેદારોની મદદગારીથી લાખો રૂપિયાની ઉચાપતના મામલે ગાંભોઈ પોલીસે ૧૬ હોદ્ેદારો વિરૂધ્ધ ગુનો દાખલ કરી સમગ્ર પ્રકરણની તપાસનો દોર શરૂ કર્યો છે.

 ધી મનોરપુર દુધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી લલીતભાઈ ચીમનભાઈ પટેલે પોતાની ફરજ દરમિયાન મંડળીની સીલકમાંથી તા. ૧ માર્ચ ૨૦૨૦ના રોજ કોઈપણ પ્રકારના વાઉચરડોક્યુમેન્ટ તેમજ ઠરાવ વીના માજી. સેક્રેટરી નરસિહભાઈ લાલાભાઈ પટેલ કે જેમનું તા. ૧૩ નવેમ્બર ૨૦૧૬ના રોજ અવસાન થયુ હતુ. માજી. સેક્રેટરી તા. ૩૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ રાજીનામુ આપી મંડળીમાંથી છુટા થયા બાદ દુધ મંડળીના સેક્રેટરી લલીતભાઈ પટેલે મૃત્યુ પામેલા નરસિહભાઈ પટેલનુ પી.એફ. અને જી.એફ રૃા. ૫,૦૧,૭૨૦ તથા રૃા. ૯૧,૯૬૦ મળી કુલ રૃા. ૫,૯૩,૬૮૦ નરસિહભાઈના નામે ખોટી રીતે રોજમેળમા ઉધારી પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા.

(5:00 pm IST)