Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સુરતના લાલગેટ વિસ્તારમાં પાર્લરમાં નોકરી કરતી મહિલાના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 1.08 લાખની તસ્કરી કરી છૂમંતર....

સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી મહિલાના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશેલો ચોર બેડરૂમમાં કબાટમાં કપડાં નીચે મુકેલી ચાવીથી તિજોરી ખોલી રોકડા રૂ.1.08 લાખ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.70 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલગેટ બેન્ક ઓફ બરોડાની સામે ઘર નં.11/1649 સાદેકા એપાર્ટમેન્ટના બીજા માળે 11 વર્ષીય પુત્રી સાથે રહેતા 29 વર્ષીય રુકસારબાનુના પાંચ વર્ષ અગાઉ છૂટાછેડા થયા છે. સગરામપુરા પુતળી મલબારીનો ટેકરો ખાતે બ્યુટી પાર્લરમાં નોકરી કરતા રુકસારબાનુ ગત મંગળવારે બપોરે બે વાગ્યે ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારી નોકરી ઉપર ગયા હતા. રુકસારબાનુ નોકરીએ ગયા બાદ ચોર બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશેલો ચોર બેડરૂમમાં કબાટમાં કપડાં નીચે મુકેલી ચાવીથી તિજોરી ખોલી રોકડા રૂ.1.08 લાખ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.70 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો.

 

(5:05 pm IST)