Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વડોદરામાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ પરીક્ષાના તણાવમાં ભૂલી બીજી દવા ખાઈ લેતા હાલત ખરાબ

વડોદરા:ન્યુ મેડિકલ હોસ્ટેલમાં રહેતા એમ.બી.બી.એસ.ના ફાયનલ યરના વિદ્યાર્થીએ પરીક્ષાના તણાવમાં ભૂલથી તાવની દવા લેવાના બદલે બીજી દવા લઇ લેતા તેની તબિયત લથડી હતી.તેને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તેની તબિયત  સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મૂળ અમદાવાદમાં રહેતો ભરત ગિરીશભાઇ ધારવા બરોડા મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરે છે.અને ન્યુ મેડિકલ હોસ્ટેલ કોઠી ચાર રસ્તા પાસે રહે છે.આજે સવારે અગિયાર વાગ્યે તે ન્યુ મેડિકલ સર્જિકલ વોર્ડે મેડિસિન વિભાગમાં હતો.ભરતને તાવ આવતો  હતો.અને ઉપરથી પરીક્ષાાનું ટેન્શન  હતું.જેના કારણે તેને તાવની વધુ પડતી ગોળીઓ લઇ લેતા તબિયત બગડી હતી.ભરતને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યાં તેની  હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.રાવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિશાલભાઇએ  બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)