Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વડોદરામા કપાસનો પાક બળી જતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા ટૂંકાવી

વડોદરા: શહેરમાં કપાસનો પાક બળી જતા સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેતા ખેડૂતે કપાસમાં છાંટવાની દવા  પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,સાવલી તાલુકાના ટુંડાવ  ગામે બજારમાં રહેતા અલ્પેશ  બાલુભાઇ રણા (ઉ.વ.૪૦ )ખેતીકામ કરે છે.અલ્પેશ રણાએ પોતાના ખેતરમાં કપાસનો પાક કર્યો હતો.પરંતુ,તેનો  પાક બળી જતા તે ટેન્શનમાં આવી ગયો હતો.અને ગત તા.૧૩ મીએ તેને કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી.દવા પી લેવાના કારણે તેની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.સાવલી  પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)