Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દેવગઢ બારિયામાં ભાગેડુ યુગલનાં વાળ કાપી ફેરવ્યા

રાજ્યમાં પ્રેમીઓ સામે તાલીબાની પગલાંથી હાહાકાર : પ્રથમ પતિએ પરીણિતા અને તેના પ્રેમીનું અપહરણ કરી વાળ કાપી માર માર્યા બાદ વરઘોડો કાઢતાં ફરિયાદ

દાહોદ, તા.૧૬ : જિલ્લાના ધાનપુર તાલુકા બાદ હવે દેવગઢ બારિયા તાલુકામાં ભાગેડુ પ્રેમી યુગલને તાલીબાની સજા કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારિયાના કોયડા ગામની પરિણીતા ઉચવાણ ગામના એક યુવક સાથે ભાગી ગયાના મહિના પછી તેના પ્રથમ પતિ સહિત અન્ય શખ્સો ફોર વ્હીલરમાં પરિણીતા તેમજ તેના પ્રેમીનું અપહરણ કરી ગયા હતા. ત્યારબાદમાં માથાનાં વાળ કાપી માર માર્યો હતો અને આખા ગામમાં ફેરવ્યા હતા. અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કોયડા ગામે રહેતા મહેશ પટેલની પત્ની મનીષાબેન ઉચવાણ ગામે રહેતા દિલીપ પટેલ સાથે આંખ મળી જતાં મહિના પહેલા તેની સાથે ભાગી ગઈ હતી. દરમિયાન અઠવાડિયા પહેલા મનિષા અને તેનો પ્રેમી દિલીપ બંને ઉચવાણ ગામે આવ્યા હતા. જે અંગેની મનીષાના પહેલા પતિ મહેશને જાણ થતાં પરિણીતાનો પહેલો પતિ મહેશ સહિત બીજા થી સાત વ્યક્તિઓને લઇને પીકઅપ વાન લઇને ઉચવાણ પહોંચી ગયો હતો અને મનીષા તથા દિલીપને બેફામ ગાળો આપી હતી અને બાદમાં બંનેને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા.

અંગે દિલીપના ભાઈ કમલેશ પટેલ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે તે પહેલા તો મનિષા અને દિલીપ પર જોરદાર અત્યાચાર થયો હતો. મનિષાએ પોલીસને જણાવ્યું હતું કે, અમને બંનેને કોયડા ગામે લઇ જઇ માથાના વાળ કાપી માર મારી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. ગામમાં વરઘોડો કાઢીને ફેરવ્યા હતા. ઘટનામાં મનિષા તેમજ દિલીપને ગંભીર ઇજાઓ થતાં

દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે દિલિપના ભાઈ કમલેશ પટેલે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં મનિષાના પ્રથમ પતિ, મહેશ, રાકેશ અને ભારત સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, દિવસ પહેલા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં ૨૩ વર્ષીય પરિણીતા તેના પ્રેમી સાથે ભાગી જતાં સાસરીયાઓ દ્વારા તેને શોધી માર મારવામાં આવ્યો. એટલું નહીં, પ્રેમીને પરિણીતાના ખભે બેસાડીને આખા ગામમાં ફેરવવાની સજા પણ આપવામાં આવી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે મામલે ગુનો નોંધીને ૧૧ ઈસમોની ધરપકડ કરી હતી. ઘટના અંગે જાણ થતાં મુખ્યમંત્રીએ પણ પોલીસને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.

(7:23 pm IST)