Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી એસ.ટી. બસમાં સગર્ભાએ બાળકીને જન્મ આપ્યો

એસ.ટી.બસના ડ્રાયવર પરેશભાઈ ઉપાધ્યાયે એસ.ટી.બસને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને ઉભી કરી

અમદાવાદથી ઈન્દોર તરફ જઈ રહેલ એસ.ટી.બસમાં મુસાફરી કરનાર મધ્યપ્રદેશના પિટોલ ગામના સુરભીબેન ભુરિયાને ગોધરા શહેરના પ્રવેશદ્વારે બાયપાસ રોડ ઉપર અચાનક પ્રસૂતિની પીડાઓ વચ્ચે બસમાં જ બાળકને જન્મ આપ્યો હોવાની આ ઘટના સાથે સતર્ક થઈ ગયેલા અમદાવાદમાં નરોડા ખાતે રહેતા એસ.ટી.બસના ડ્રાયવર પરેશભાઈ ઉપાધ્યાયે એસ.ટી.બસને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને ઉભી કરી દીધી હતી અને કંડકટર મહેશભાઈ ભીલે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દોડી જઈને એક માતાએ બસમાં બાળકને જન્મ આપ્યો હોવાની જાણ ફરજ ઉપરના કર્મચારીઓને કરતા સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ પણ સ્ટ્રેચર લઈને દોડી આવ્યા બાદ દીકરી સમેત જનેતાને સંભાળ પૂર્વક લાવીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા બાદ એસ.ટી.બસ ગોધરા ડેપોમાં જઈને ઈન્દોર તરફ રવાના થઈ હતી.

(10:59 pm IST)