Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કેવડીયા રેલ્વેસ્ટેશન સિલિગનું કામ કરતા મજૂરનો પગ લપસતાં મોત : સુરક્ષા સાધનોનો અભાવ કે લાપરવાહી.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલીની પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે કેવડીયા રેલવે સ્ટેશનની છતનું કામ કરતી વખતે ઉપરથી ૫૦ વર્ષીય મજુર નીચે પટકાતા મોતને ભેટ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જયસુખભાઇ વીરજીભાઇ વેકરીયા( ઉવ.૫૦) (  રહે.૨૦૨ રાજદીપ એપાર્ટમેન્ટ રામકૃષ્ણ સોસાયટી ની સામે એલ.એચ રોડ સુરત )નામનો વ્યક્તિ તારીખ ૧૫ જુલાઈ એ કેવડિયા રેલવે સ્ટેશન ની સિલિંગ ની કામગીરીનો સામાન લઇને છત ઉપર ચઢતા હતા તે વખતે તેનો પગ સ્લીપ થતા ઉપરથી નીચે પડતા તેને માથામા તથા મોઢાના ભાગે ગંભીર ઇજા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું આ બાબતે ગરુડેશ્વર પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 અત્રે એ ઉલ્લેખનીય છે કે કેવડિયાની રેલવે સ્ટેશનની છત તોકતે વાવાઝોડા દરમિયાન નુકશાન થયું હતું જેના રીનોવેશાન ની કામગીરી કરતા મરનાર મજૂર ને લાગતી વળગતી એજન્સીએ સુરક્ષાના સાધન આપ્યા ન હતા કે અન્ય લાપરવાહી ના કારણે આ મજુરે જીવ ગુમાવ્યો હતો.? આ બાબત તપાસનો વિષય છે ત્યારે આવી ઘટના ઓમાં અમુક એજન્સીઓ સુરક્ષા સહિતના નિયમોનું પાલન ન કરતા આવી દુર્ઘટના બને છે માટે તટસ્થ તપાસ કરી યોગ્ય પગલાં લેવાઈ તે જરૂરી છે

(11:18 pm IST)