Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં સ્વયંભૂ વરૂણદેવે જલાભિષેક કર્યો

બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું

પ્રભાસ પાટણ : પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન મંદિર સુરક્ષા અધિકારી એમ એમ પરમાર તથા ટેમ્પલ ઓફિસર નિમેશ ભાઇ શાહ દ્વારા કરવામાં આવેલું હતું.

   સોમનાથ મહાદેવનાં દર્શન કરવા વહેલી સવારે ચાર કલાકે મંદિર ખૂલતાં દર્શન કરવા લોકોની કતારો લાગી હતી અને આખો દિવસ લોકોનો ઝરમર વરસાદ ચાલુ હોવો ધસારો જોવા મળ્યો હતો

(12:40 am IST)