Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આણંદ જિલ્લામાં પોલીસે જુદા જુદા સ્થળે દરોડા પાડી 10 શકુનિઓને 1.25 લાખની રોકડ સાથે ઝડપી પાડયા

આણંદ: શહેર પોલીસે સામરખા ચોકડી પાસે આવેલી જવાહરનગર ઝૂંપડપટ્ટીમાં છાપો મારીને સુનિલભાઈ અશોકભાઈ, યુસુફશા ઉર્ફે મંત્રી રહેમતશા દિવાન, રમેશભાઈ કપુરભાઈ મારવાડી, ફિરોજભાઈ ઉસ્માનભાઈ વ્હોરા, સાજણભાઈ રણછોડભાઈ ભરવાડ, જીતુભાઈ નાથુભાઈ મારવાડી, અર્જુનભાઈ નટુભાઈ વસાવા, અજયભાઈ રાજુભાઈ વસાવા અને અશોકભાઈ જેઠાભાઈ વસાવાને જુગાર રમતાં ઝડપી પાડીને અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૬૩૩૦ની રોકડ રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ખાનકુવા ભાલેજ પોલીસે ખાનકુવા ગામના ગણેશપુરા વિસ્તારમાંથી પસાર થતી નાની નહેર ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક વાગ્યાના સુમારે દરોડો પાડીને જુગાર રમતાં ધુળાભાઈ મંગળભાઈ સોલંકી, સંજયભાઈ મફતભાઈ ઠાકોર, નીલેશભાઈ મનુભાઈ સોલંકી, સુરેશભાઈ રાવજીભાઈ ઠાકોર, રમેશભાઈ જીવાભાઈ ઠાકોર અને નરેશભાઈ ઉર્ફે રઘો ધુળાભાઈ સોલંકીને ઝડપી પાડીને રોકડા ૭૧૬૦ જપ્ત કર્યા હતા. કલમસર ખંભાત રૂરલ પોલીસે કલમસર ગામના વાઘરીવાસ નજીક આવેલા રોડ ઉપર છાપો મારતાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતાં રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, અજયભાઈ સોમાભાઈ ઠાકોર, ગીરીશભાઈ ઉર્ફે ગલો સોમાભાઈ ચુનારા ઝડપાઈ જવા પામ્યા હતા.તેમની પાસેથી રોકડા ૩૩૯૦ મળી આવતાં જપ્ત કર્યા હતા.


ધુવારણ આણંદ એસઓજી પોલીસે ગઈકાલે રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ધુવારણ-ઉગમણાપુરા વિસ્તારમાં છાપો મારીને જુગાર રમતાં ૫ શખ્સોને ઝડપી પાડીને તેમની અંગજડતી અને દાવ પરથી રોકડા ૭૧૧૦૦ તેમજ પાંચ મોબાઈલ સાથે કુલ ૯૧૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં બળવંતભાઈ મનુભાઈ સિંઘા, ગુલામમયુદ્દીન ગુલામરસુલ મન્સુરી, સંજયભાઈ ભીખાભાઈ ગોહિલ, સાઈદ સાબીરભાઈ મન્સુરી અને અશોકભાઈ છોટાભાઈ પટેલનો સમાવેશ થાય છે. સારસા ખંભોળજ પોલીસે સારસા ગામના પીડબલ્યુડી ઓફિસની પાછળ આવેલા કચ્છીવાસમાં ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે મળેલી માહિતીના આધારે દરોડો પાડીને પ્રવિણભાઈ ચીમનભાઈ સોલંકી, ભરતભાઈ અરવિંદભાઈ તડવી, રમેશભાઈ ઉર્ફે કૌશિક કાળીદાસભાઈ તડવી, સંજયભાઈ ભીખાભાઈ તડવી અને લ-મણભાઈ ઉર્ફે ભનુ ફતેસિંહ ઠાકોરને ઝડપી પાડીને રોકડા ૨૫૩૦ જપ્ત કર્યા હતા. ચાંગા મહેળાવ પોલીસે ચાંગા-મલાતજ રોડ ઉપર આવેલા ભરવાડવાસની સામે છાપો મારીને જુગાર રમતાં સોમાભાઈ કાંતિભાઈ સોલંકી, હર્ષદભાઈ રમણભાઈ પાટણવાડીયા ઠાકોર, ઈમરાન ઉર્ફે ગુણીયો મહંમદભાઈ વ્હોરા અને રાકેશ ઉર્ફે ચકો ભલુભાઈ પાટણવાડીયાને ઝડપી પાડીને રોકડા ૧૭૨૦૦ જપ્ત કર્યા હતા. ભારેલ પેટલાદ રૂરલ પોલીસે ભારેલ ગામે દરોડો પાડીને અમિતભાઈ ઉર્ફે શેટ્ટી દિનેશભાઈ ઠાકોર, પ્રવિણ ઉર્ફે લોટીયો ભાઈલાલભાઈ ઉર્ફે બુધાભાઈ ઠાકોર, રાજુભાઈ ખોડાભાઈ ઠાકોર અને અજયભાઈ રાજેશભાઈ ચૌહાણને જુગાર રમતા ઝડપી પાડીને રોકડા ૨૩૯૦ જપ્ત કર્યા હતા. ઈસરવાડા તારાપુર પોલીસે ગઈકાલે રાત્રીના સવા અગિયાર વાગ્યાના સુમારે ઈસરવાડા ગામે છાપો મારીને ભગીરથભાઈ ઘનશ્યામભાઈ સોલંકી, મહેન્દ્ર ઉર્ફે મુન્નો નાનુભાઈ સોલંકી, દિલિપભાઈ રાજુભાઈ સોલંકી અને ભુપતભાઈ હિંમતભાઈ ચાવડાને ઝડપી પાડીને રોકડા ૨૫૯૦ જપ્ત કર્યા હતા. વિદ્યાનગર વિદ્યાનગર નજીક આવેલી જીઆઈડીસીમાં આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે વિદ્યાનગર પોલીસે છાપો મારીને જુગાર રમતાં ૮ શખ્સોને ઝડપી પાડીને તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૧૭૮૧૦ જપ્ત કર્યા હતા. પકડાયેલા શખ્સોમાં ગોપાલભાઈ ઝવરભાઈ મલ, આનંદ નટવરભાઈ વસાવા, પીનાકીનભાઈ હિંમતભાઈ ચૌહાણ, રમેશભાઈ રણછોડભાઈ મારવાડી, દિપકભાઈ ભરતભાઈ વાઘેલા, નટુભાઈ ગોરધનભાઈ ચૌહાણ, ચન્દ્રકાન્તભાઈ નટવરભાઈ વસાવા અને મિથુન નટુભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. દહેવાણ વીરસદ પોલીસે બોરસદ તાલુકાના દહેવાણ ગામે દરોડો પાડીને ગણપતભાઈ રામસિંહભાઈ ગરાસીયા, દિપકભાઈ અમરસિંહ પરમાર, લ-મણ ઉર્ફે લાલો બચુભાઈ સોલંકી, નરેશભાઈ શનાભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ પરમાર અને સુરેશભાઈ ગણપતભાઈ ચૌહાણને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૩૩૬૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(4:16 pm IST)