Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ખેડા એલસીબીએ રાત્રીના સુમારે પેટ્રોલિંગ દરમ્યાન પીપલગ નજીકથી રિક્ષામાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 104 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ખેડા:એલસીબી પોલીસે ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન નડિયાદ નજીકની પીપલગ ચોકડી ખાતેથી પસાર થતી રીક્ષાને રોકીને તપાસ કરતાં પાછળની સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનુ મળી આવ્યું હતુ. જેમાં તપાસ કરતા ૧૦૪ લીટર દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. જેની કિંમત ૨૦૮૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા ચાલકનું નામઠામ પુછતાં તે અજય જગદીશ વાઘરી (રહે. મહુધા ફિણાવ ભાગોળ)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે દેશી દારૂ ,રીક્ષા એક મોબાઈલ તેમજ રોકડા રૂપિયા ૫૦૦ મળી કુલ રૂા. ૨૮,૫૮૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હાથ ધરેલ પ્રાથમિક તપાસમાં રીક્ષામાં આ દેશી દારૂનો જથ્થો નડિયાદ ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ પર રહેતા બુટલેગર જશવંત તળપદાએ ભરીએ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો.જેથી બન્ને વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને જશવંત તળપદાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

(4:16 pm IST)