Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વિસનગરમાં સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 શખ્સોને પોલીસે બાતમીની આધારે દબોચ્યા

વિસનગર:શહેર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા શહેરના કાંસા રોડ પર સ્વામી નારાયણ મંદિર સામે શ્રીજી સોસાયટીની ખુલ્લી જગ્યામાં બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

​​​​​​​વિસનગર શહેર પોલીસના ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કાંસા રોડ પર સ્વામી નારાયણ મંદિરની સામે શ્રીજી સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરતા કુંડાળું કરી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય સહિત કુલ રોકડ રકમ રૂ. 5930ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ ઈસમો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(4:16 pm IST)