Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પાવી જેતપુરમાં ઘોઘંબાના માલુ ગામે દીપડાએ કિશોરને ફાડી ખાધું

દીપડો માતા સાથે સુતેલા કિશોરને ઘરમાંથી ખેંચી ગયો : પખવાડિયામાં દીપડાના શિકારનો બે માસૂમ ભોગ બનતાં ભયનો માહોલ

પંચમહાલ તા.16 :  માનવભક્ષી દીપડાએ ચાર માસના બાળકને ફાડી ખાધો છે. ઘોઘંબા તાલુકાના માલુ ગામના થાણા ફળિયાનો બનાવ છે. રાત્રિના સમયે નીંદર માણી રહેલ ચાર વર્ષના મીત રાઠવા નામના બાળકને દિપડો ઉઠાવી ગયો હતો. ઘટનાં સ્થળેથી થોડે દુર જંગલમાંથી બાળકની લાશ મળી આવી. માતા સાથે મામાના ઘરે રક્ષાબંધન પર્વ ઉજવવા આવ્યું હતું બાળક. 

નોંધનીય છે કે, પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામેથી દીકરી રક્ષાબંધનની ઉજવણી કરવા માટે પોતાના પુત્રને સાથે લઈ પિતાના ઘરે આવી હતી. દરમિયાન ઘટના બનતા જ પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

આ બનાવની જાણ થતાં જ ACF, ઘોઘંબા RFO ટીમ સાથે દોડી ગયા હતા અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પખવાડિયા અગાઉ વાવકુલ્લી ગામમાં દીપડાએ માસુમને શિકાર બનાવ્યો હતો. એજ મોડેસ ઓપરેન્ડી માલુ ગામની ઘટનામાં જોવા મળી હતી જેથી એક જ દીપડાએ બંને બાળકનો શિકાર કર્યો હોવા ઉપરાંત દીપડો માનવભક્ષી બન્યો હોવાની શકયતાઓ પ્રબળ બની હતી.

બીજી તરફ પંથકમાં પખવાડિયામાં જ માસુમને ઘરમાં ઘુસી શિકાર બનાવવાની બીજી ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થવા સાથે દીપડાને જલ્દી પાંજરે પુરવા માંગ ઉઠી છે. વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે દેવગઢ બારીયાની ખાસ રેસ્ક્યુ ટીમ અને સાવલીની ખાનગી NGO ટીમની મદદ લીધી છે સાથે જ ચાર પાંજરા અને નાઈટ વિઝન કેમરા ગોઠવી રેસ્ક્યુ ટીમ ના બે સભ્યોએ ટ્રેનક્યુલર ગન સાથે લાઈવ રેસ્ક્યુ ઓપરેશનની વ્યવસ્થા કરી હોવાનું ACF સતીષ બારીયાએ વાતચીતમાં જણાવ્યું હતું.

(7:45 pm IST)