Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સાણંદના પુરાણ પ્રસિધ્ધ જાનીવાસના સોમનાથ મહાદેવે પંડિત પરિવાર દ્વારા રુદ્રાભિષેક કરાયો

મહાદેવ ઉપર વિવિધ દ્રવ્યોથી અભિષેક બિલ્વવા અર્પણ તથા ફૂલ હાર તથા ફૂલોની જટા મહાદેવ ને ચઢાવવા આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ શહેરના જાનીવાસમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ એવા સોમનાથ મહાદેવ માં પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે  સોમનાથ મહાદેવ માં પંડિત પરિવાર દ્વારા  દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે દેવાધિદેવ મહાદેવ ની આરાધના કરવામાં આવી હતી. મહાદેવ ઉપર વિવિધ દ્રવ્યો થી અભિષેક બિલ્વવા અર્પણ તથા ફૂલ હાર તથા ફૂલોની જટા  મહાદેવ ને ચઢાવવા આવી હતી. વિવિધ દ્રવ્યો થી દેવાધિદેવ મહાદેવ નો અભિષેક કરવામાં આવ્યો હતો.

  પુરણોક્ત રુદ્રાભિષેક નો પ્રયોગ મહાભારત ના દ્રોણ પર્વમાં માં આપેલ છે  ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુને આ મંત્રો થી મહાદેવજી ઉપર જલાભિષેક કરેલ તે  મંત્રો થી નમો ભવાય સર્વાય થી અભિષેક કરવામાં આવેલ.‌ ગાયત્રી, મૃત્યુંજય ના સંજીવની મહામંત્ર થી બિલ્લીપત્રો ચઢાવી ને મહાદેવજી ની આરાધના કરવામાં આવી હતી પંડિત પરિવાર ના વિજય પંડિત, જીતેન્દ્ર પંડિત, મનોજ પંડિત, ધ્રુવ પંડિત, હિરેન પંડિત,મિત પંડિત, આકાશ દવે, રુદ્ર પંડિત દ્વારા વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક બિલ્લીપત્રો ફૂલ હાર અર્પણ કરી ને મહાદેવ ની આરતી ઉતારી ને સૌ નું કલ્યાણ કરે તેવી મહાદેવ ને પ્રાર્થના કરવામાં આવી હતી અને ૐ નમઃ શિવાય મંત્ર ની ધૂન થી દેવાધિદેવ મહાદેવની ભાવ પૂર્વક આરાધના કરવા મા આવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(7:53 pm IST)