Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

નાંદોદ ગામે વિજ કરંટથી દાદી અને પૌત્રી બંન્ને કમકમાટીભર્યા મોત : સમગ્ર ગામમાં અરેરાટી

પૌત્રીને બચાવવા જતા દાદીને પણ તાર અડતા બંન્નેનું ઘટના સ્થળે મોત : વીજ પુરવઠા વિભાગની કામગીરી સામે ગ્રામજનોમાં રોષની લાગણી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુના ગુવાર ગામમાં વીજ કરંટથી દાદી અને પૌત્રીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાની ઘટના સામે આવી આવી છે. તૂટેલા વીજ તારને અડી જતા પૌત્રીને કરંટ લાગ્યો હતો અને પૌત્રીને બચાવવા જતા દાદીને પણ કરંટ લાગતા બંન્નેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ બનાવથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવથી જિલ્લાના વીજ પુરવઠા વિભાગની કામગીરી સામે ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુના ગુવાર ગામે વીજ કરંટથી દાદી અને પૌત્રીનું મોત નિપજ્યુ છે. જુના ગુવાર ગામે રહેતા 55 વર્ષીય દાદી હીરાબેન તડવી અને 9વર્ષનીપૌત્રી માનસીબેન તડવી મેન લાઇનના વીજ તાર ને અડી જતા મોત નીપજ્યું છે. ચાલુ વરસાદમાં ઝુંપડા નજીક થાંભલા પર થઈ તૂટીને પડેલ હેવી લાઈનના તારને સૌ પ્રથમ 9 વર્ષની બાળકીએ અડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અને પૌત્રીને બચાવવા જતા દાદીને પણ તાર અડતા તેઓનું પણ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે

 રાજ્યના અનેક ગામડાઓમાં સામાન્ય વરસાદમાં જ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. ગામમાં જરાક વરસાદી ઝાપટું આવેને વીજળી ડૂલ થઈ જાય છે. તંત્ર દ્વારા પ્રીમોન્સૂંન પ્લાન અંતર્ગત ચોમાસા પેહલા જ વિવિધ કામગીરી કરવામાં આવે છે. ત્યારે વરસાદ બંધ રેહવા છતાં કલાકો સુધી વીજળી ન આવવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો ગામના લોકો કરતા હોય છે. નર્મદા જિલ્લામાં સતત 24 કલાકથી એક ધારો વરસાદ પડી રહ્યો છે. અને વરસાદમા GEBની પ્રી મોન્સુન કામગીરી યોગ્ય ન હોવાથી ગ્રામજનોમાં GEB ની પ્રી મોન્સૂન કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં ચાલુ વરસાદમાં લાઈટો જવાથી લઈને અનેક દુર્ઘટનાઓ વધી રહી છે છતા વીજ તંત્ર દ્વારા તકેદારી કોઇ પગલા લેવામાં આવતા નથી. જુના ગુવાર ગામની આ ઘટનામાં વીજ તાર તૂટેલા હોવાથી તેમાં વીજ પ્રવાહ ચાલુ રહેતા આ અકસ્માત સર્જાયો હતો જેથી સમગ્ર મામલે વીજ તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(9:08 pm IST)