Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સુરતમાં સતત ભારે વરસાદને કારણે લીંબાયત અને પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયાં

રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાના લીધે સવારે બહાર નીકળેલા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો

સુરત : વરસાદની બીજી ઈનિંગ અને બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે સુરત શહેરમાં ખાડી પૂર જેવી સ્થિતિ સર્જાય છે.સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ થયા બાદ લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાના લીધે સવારે બહાર નીકળેલા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીનો લાંબા સમય સુધી નિકાલ ના થતા મનપાની પ્રિ-મોનસુન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. વરસાદ બાદ અહીં ભરાયેલા પાણીમાં વાહન ચલાવતા વાહનચાલકોને ડર લાગી રહ્યો હતો. કારણ આ રીતે રસ્તા પર પાણી ભરાવાના કારણે ગટરના ઢાંકણા ખુલ્લા કરી દેવામાં આવતા હોય છે, અથવા તો ભૂવા પડી ગયા હોય જીવનું જોખમ ઉભું થઈ શકે છે.

લિંબાયત સહિત સુરતના છેવાડે આવેલા પુણા કુંભારિયા ગામમાં પણ આ જ પ્રકારે ની પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું સણીયા હેમાદેઅને કુંભારીયા ગામમાં રાતે જ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. પર્વત પાટિયા વિસ્તારના કાંગારુ સર્કલ થી મહારાણા પ્રતાપ ચોક રોડ ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. સણીયા હેમાદ અને કુંભારીયા ગામમાં પણ ખાડીના પાણી ભરાય જતા ગામનું મંદિરમાં પણ પાણી ભરાય જવા પામ્યા હતા.

 

શહેરના લીંબાયત અને પર્વt પાટિયા વિસ્તારમાં પાણી ભરાતા બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ થવાની અને રોગચાળો વધવાની ચિંતા સ્થાનિકોને સતાવી રહી હતી.સાથેજ આ વિસ્તારોમાં ખાડી પૂરની સમસ્યા એ મનપાની પ્રી મોન્સુન કમાગીરી ની પોલ પણ ઉધાડી પાડે છે.દર વર્ષે આવતા ખાડી પૂરથી પરેશાન સ્થાનિકો ઓએ કાયમી ઉકેલની માંગણી કરી છે.

(9:27 pm IST)