Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી

રાત્રે 10 કલાકે 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે: નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે રાત્રે 10 કલાકે 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે

 હાલમાં પાણીની આવક 3,90,656   ક્યુસેક નોંધાઈ રહી છે,ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી રહી છે.

રાત્રે 10 કલાકે 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.
રિવરબેડ પાવરહાઉસ માં 6 ટર્બાઇન થી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે.
નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 5,45,000 ક્યુસેક રહેશે.
નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે .

(10:34 pm IST)