Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર બાબતે વારંવાર બુમ છતાં કોઈ ખાસ સુધારો થતો નથી

રાજપીપળા સીવીલ અને કોવિડ માં સ્ટાફની અછત હોવા છતાં નર્સિંગ સ્ટાફને અન્ય જિલ્લામાં ડેપ્યુટેસનમાં મુકાયો :એક માત્ર ફિજીસીયનના માથે તમામ જવાબદારી : અન્ય કોઈ સ્ટાફ રાઉન્ડમાં જતા ન હોવાની બુમ:કલેક્ટરને પણ રજુઆત કરી હોવા છતાં હજુ ખાસ કોઈ બદલાવ નહીં

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી રાજપીપળા સિવિલ નો વહીવટ ખાડે ગયાની વારંવાર બુમો ઉઠી હતી ત્યાં હાલ કોરોના સંક્રમણ વધવા છતાં કોવિડ હોસ્પિટલ ના વહીવટ બાબતે પણ વારંવાર બુમો સંભળાવવા છતાં જવાબદાર અધિકારીઓ આ માટે કોઈ ખાસ સુધારો કરતા નથી...?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજપીપળા ની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ તદ્દન લાચાર બની ગયા છે કેમ કે ત્યાં નિયમિત કોઈ સ્ટાફ રાઉન્ડ માં ન જતા દર્દીઓ ને સમયસર દવા સહિત ની ઘણી તકલીફો માંથી પસાર થવું પડે છે.એક ફિજીસીયન ને જ જાણે બધી જ જવાબદારી સોંપી હોય તેમ અન્ય કોઈ સ્ટાફ રાઉન્ડ માં જતા ન હોવાની બુમ સંભળાઈ છે.સાથે સાથે એમ પણ જાણવા મળ્યું છે કે આ બાબતની ફરિયાદ અગાઉ દર્દીઓ દ્વારા કલેક્ટર ને કરાઈ હતી છતાં આ બાબતે કોઈ ખાસ સુધારો નથી થયો તો શું ત્યાના જવાબદારોને કોઈનો ડર નથી...?
 વધુમાં જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ માં પહેલે થી જ સ્ટાફ ની અછત છે છતાં અહીંયા ના નર્સિંગ સ્ટાફ ને અન્ય જિલ્લાઓમાં ડેપ્યુટેસન માં મુકવામાં આવતા હોય તો ઘર ના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ અહીંયા જોવા મળે એ સ્વાભાવિક છે.
જાણકારો ના મતે કોરોના ના દર્દીઓમાં ડર વધુ ગંભીર બાબત બની શકે છે માટે આવા સમયે આ દર્દીઓને કાઉન્સિલિંગ ખાસ જરૂરી છે માટે વોર્ડ માં નિયમિત સારવાર ની સાથે સાથે કાઉન્સિલરો દ્વારા કાઉન્સેલિંગ મળે તે માટે કાઉન્સિકારો ની નિમણુંક થાય તો દર્દીઓનો ડર ઓછો થઈ શકે છે.માટે કોવિડ હોસ્પિટલમાં પડી રહેલી તકલીફો માં સુધારો થાય તેવી જાગૃત લોકોની માંગ છે.
 આ બાબતે નર્મદા જીલ્લા કલેક્ટર મનોજ કોઠારી એ ટેલિફોનિક વાત માં જણાવ્યું કે હું આ બાબતે હમણાંજ સીડીએમઓ (સિવિલ સર્જન) ને કહી દઉં છું.

(5:55 pm IST)