Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સુરતના વિવિધ ઉદ્યોગોમાં કોરોનાથી બચવા કેવા પગલાં લેવાયા ? રિપોર્ટ રજૂ કરવા સરકારને : હાઇકોર્ટનો નિર્દેશ

કેટલા કારીગરો પરત ફરીને કામ શરૂ કર્યું : કેટલા ટેસ્ટ કરાયા સહિતની વિગતો માંગી

સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પરત ફરી રહ્યાં છે. ત્યારે ડાયમંડ અને હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કોરોનાથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાય છે. એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પરત ફરી રહ્યાં છે, ત્યારે ડાયમંડ અને હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કોરોનાથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાય છે. એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.

હાઈકોર્ટે આપેલા નિર્દેશમાં જણાવ્યું છે કે, હાલ કેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, કેટલા કર્મચારીઓએ પરત ફરી કામ શરૂ કર્યું છે. આ ઔદ્યોગિક એકમોમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે તે સહિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને આદેશ કર્યો છે. કોરોનાથી જીવ બચાવવા માટે ઉપયોગી બનેલા ઇન્જેક્શન અને દવા જે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં આપવા આવ્યાં છે કે કેમ તેની તપાસ કરવાનો પણ આદેશ કર્યો છે.

હાઇકોર્ટના આદેશથી રચવામાં આવેલી 5 ડોક્ટરોની ટીમે અલગ-અલગ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જો કે, આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ 2 સપ્તાહ પછી રજૂ કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન પર 6761 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 78 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. આ ઉપરાંત સુરત બસ સ્ટેન્ડ પર 41 અને ચેક પોઇન્ટ પર 85 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

હાઈકોર્ટે 900 MBBSના વિદ્યાર્થીઓ કે, જે હાલ કોવિડ સહાયકની ડ્યૂટી કરી રહ્યાં છે, તેમની પ્રશંશા પણ કરી છે. આ પ્રકારના લોકો મેડિકલ સ્ટાફમાં આવશે તો ભવિષ્યમાં કોઈ તકલીફ નહી પડે. રાજકોટમાં જે સ્થિતિ કોરોનાથી વણસી રહી છે, તેના પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર યોગ્ય પગલાં લે તેવો પણ નિર્દેશ કર્યો છે.

(12:17 am IST)
  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST