Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વડોદરાની સયાજી હૉસ્પિટલમાં કોવિડની સારવાર માટે 32 તજજ્ઞ તબીબોની નિમણૂક

તજજ્ઞ તબીબોમાં મેડિસિન, એનેસ્થેસિયા, ઇમરજન્સી મેડિસિન, ટીબી અને ચેસ્ટ, પેથોલોજી, સર્જરી સહિતનો સમાવેશ

 

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની મંજૂરી અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઇઓ અનુસરીને સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવાર સેવાઓના મજબૂતી કરણ માટે 32 તજજ્ઞ તબીબોની 11 માસની મુદ્દતના કરારના આધારે ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવી છે.32 તજજ્ઞ તબીબો વર્ગ-1ના તજજ્ઞ તબીબો કોવિડની કામગીરી કરશે. તેમની સેવાઓ NHM હેઠળ લેવામાં આવશે

 . તબીબોએ બરોડા મેડિકલ કોલેજમાંથી અનુસ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું છે, એટલે સયાજી હોસ્પિટલનો કાર્યાનુભવ ધરાવે છે. રેસિડેન્ટ ડૉક્ટર તરીકે આરોગ્ય સેવાઓ આપવાના છે. તજજ્ઞ તબીબોમાં મેડિસિન, એનેસ્થેસિયા, ઇમરજન્સી મેડિસિન, ટીબી અને ચેસ્ટ, પેથોલોજી, સર્જરી, બાળ રોગ અને નેત્ર રોગ જેવી મેડિકલ સ્પેશિયાલિટીના તબીબોનો સમાવેશ થાય છે.

(12:20 am IST)