Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગુજરાતમાં બેંકીંગ ફ્રોડના કેસ ૧ વર્ષમાં ડબલ થઇ ગયા

અમદાવાદ, તા.૧૬: બેંકીંગ ક્ષેત્રના ફ્રોડમાં ૨૦૨૦માં ગુજરાતમાં વધારો થયો હોવાનું એનસીઆરબીનો રીપોર્ટ જણાવે છે. આ રીપોર્ટ અનુસાર ક્રાઇમ રેટ (દર એક લાખની વસ્‍તીએ કેસની સંખ્‍યા) ગુજરાતમાં ૦.૧ છે. જે ૨૦૧૯ના ૦ની સરખામણીમાં વધી છે. બેંક ફ્રોડના કુલ કેસ ૨૦૧૯ના ૨૬ની સામે ૨૦૨૦માં વધીને ૬૦ એટલે કે ડબલથી પણ વધારે થયા છે. તો ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડને પણ ગણત્રીમાં લેવામાં આવે તો ફ્રોડ કેસ ૪૭માંથી ૬૧ આ સમયગાળામાં થયા છે.
બેંકીંગ ક્ષેત્રના એક સૂત્ર અનુસાર આ કેસોમાં ડીજીટલ, નોન ડીજીટલ ફ્રોડ ઉપરાંત એટીએમ મશીનમાં કેસ લોડીંગ કરનાર થર્ડ પાર્ટી એજન્‍સી, કાર્ડ સ્‍કીમીંગના ક્‍ેશ, ડેબીટ કાર્ડ પીન સંબંધી કેસ વગેરેનો સમાવેશ થાય છે.

 

(10:54 am IST)