Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગુજરાતમાં સરેરાશ ૨૫ ઇંચ વરસાદ : હજુ ૨૮ ટકાની ઘટ

કચ્છમાં ૭૫.૦૨ ટકા, ઉતર ગુજરાતમાં ૫૬.૬૭, મધ્યમાં ૫૯.૧૩, દક્ષિણમાં ૭૩.૦૧, સૌરાષ્ટ્રમાં ૮૪.૫૭ ટકા વરસાદ : રાજ્યમાં સરેરાશ ૭૧.૬૩ ટકા

રાજકોટ,તા. ૧૬: રાજ્યમાં ચોમાસુ ઉતરાર્ધ તરફ છે. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થયો છતાં હજુ પુરતો વરસાદ થયો નથી. રાજ્યમાં સામાન્ય રીતે જુલાઇ-ઓગષ્ટમાં ધોધમાર વરસાદ થતો હોય છે પણ આ વખતે જુલાઇ-ઓગષ્ટ કરતા સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૫ ઇંચ વરસાદ પડ્યો છે. ટકાવારીની દ્રષ્ઠિએ ૭૧.૬૩ ટકા વરસાદ થયો છે. હજુ ૨૮ ટકા વરસાદની ઘટ રહે છે. ગુજરાતમાં સૌથી વધુ ૮૪.૫૭ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. કચ્છમાં ૭૫.૦૨ ટકા, ઉતર ગુજરાતમાં ૫૬.૬૭ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૯.૧૩ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૭૩.૦૧ ટકા વરસાદ નોંધાયો છે. હવે ચોમાસુ ઉતરાર્ધ તરફ છે. આજે સવારથી લગભગ તમામ વિસ્તારોમાં ઉઘાડ છે. રાજ્યમાં જૂનમાં સરેરાશ ૧૨૦.૩૮, જુલાઇમાં ૧૭૬.૭૦, ઓગષ્ટમાં ૬૫.૩૨, સપ્ટેમ્બરમાં ૨૩૯.૩૨ સહિત કુલ સરેરાશ ૬૦૧.૭૩ ટકા વરસાદ પડ્યો છે. ૩૨ જિલ્લાઓમાં ૧ હજાર મીલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે. તમામ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાઇ ગયો છે.

(11:54 am IST)