Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે

ગુજરાતના નવા મંત્રીમંડળ પર હાર્દિક પટેલનો કટાક્ષ

અમદાવાદ તા. ૧૬ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે.

આજે ભાજપના ધારાભ્યોએ મંત્રી પદ માટે શપથ લીધા છે ત્યારે ભાજપ દ્વારા નો રિપીટ થિયરી નક્કી કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યા છે હાર્દિક પટેલે નવા મંત્રમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે જનતાએ હવે ભાજપ માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે. મહત્વનું છે કે આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયેલ જેમાં જુના જોગીઓને પડતા મુકી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવા મંત્રી મંડળમાં ૭ પાટીદાર મંત્રીઓને સમાવવામાં આવ્યા છે તેમજ ઓબીસી સમાજના કુલ ૬ મંત્રીઓને સ્થાન મળ્યું છે. સાથે જ ક્ષત્રિય સમાજના ૨ અને દલિત સમાજના ૨ મંત્રીઓને ભાજપ મોવડી મંડળે મંત્રીમંડળ સ્થાન આપ્યું છે અને આદિવાસી સમાજના ૪ જયારે જૈન સમાજમાંથી ૧ મંત્રીને સ્થાન મળ્યું છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નો રિપીટ થિયરીને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે, હવે જનતાએ ભાજપને માટે નો રિપીટ થિયરી નક્કી કરી છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મંત્રીઓમાં પણ નો રિપિટેશનના નિર્ણય લેવામાં આવતા મંત્રી પદ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી પદ ફિકસ કરી બેઠા છે પરતું તેમનું પણ પત્ત્।ુ કપાઈ જતા તેઓ માત્ર ધારાસભ્ય જ બનીને રહી ગયા છે જેને લઈ કેટલાક નેતાઓના સમર્થકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

આગામી ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જનતાએ ભાજપ માટે નો રિપીટ થિયરી અપનાવી છે તેવું હાર્દિક પટેલે જણાવ્યું છે, વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિની ભાગ રૂપે ભાજપ દ્વારા મુખ્યમંત્રીથી લઈને મંત્રી મંડળમાં એકાએક ફેરફાર કરી દેતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. જો બીજી તરફ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટી પણ હરકતમાં આવી ગઈ છે અને વિધાનસભાની ચૂંટણીઓને લઈ અત્યારથી રણનીતિ તૈયાર કરવામાં લાગી ગઈ છે.

(4:14 pm IST)