Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પાટીલના 'ફેવરિટ'નેતાઓને મળ્યું મંત્રી પદઃ દક્ષિણ ગુજરાતના ૬ ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ

અમદાવાદ, તા.૧૬: નવા મંત્રીમંડળમાં 'નો રિપીટ' પર ભાજપ અડીખમ રહ્યું છે. તો બીજી તરફ, સિનિયર મંત્રીઓની નારાજગીનો કોઈ ઉકેલ ન આવ્યો. આજે મંત્રીમંડળમાં જે જે ધારાસભ્યોના નામ સામેલ આવ્યા તેમાં તમામ નવા નામ છે. એક પણ નામ રિપીટ થયુ નથી. જે બતાવે છે, નારાજ ધારાસભ્યોએ કરેલા લોહીઉકાળા કયાંય કામ ન આવ્યા. તો બીજી તરફ, મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના નેતાઓને લોટરી લાગી છે. તેમાં પણ ખાસ કરીને સીઆર પાટીલની ગુડબુકમાં સ્થાન મેળવેલ નેતાઓને મંત્રી પદ મળ્યું છે. તો સાથે જ અનેક સિનિયર નેતાઓના પત્તા કપાયા છે.

નવા મંત્રી મંડળમાં પાટીલના વિશ્વાસુ કહી શકાય તેવા ધારાસભ્યોને સ્થાન મળ્યુ છે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન અપાયુ છે.

દક્ષિણ ગુજરાતમાંથી કેટલા મંત્રીઓને સ્થાન?

હર્ષ સંદ્યવી, મજુરા,,નરેશ પટેલ, ગણદેવી,વીનુ મોરડિયા, કતારગામ, મુકેશ પટેલ, ઓલપાડ, જીતુ ચૌધરી, કપરાડા, કનુભાઇ દેસાઈ, પારડી.

(4:17 pm IST)