Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

'અર્જુન'એ યુધ્ધ કરવું જ પડશે, હવે યુધ્ધ એ જ કલ્યાણ

શંકરસિંહનું ટવીટ કોના તરફ ઇશારો કરે છે ?

રાજકોટઃ  રાજ્યમાં ભાજપમાં અંદર મોટી ઉથલપાથલ ચાલી રહી છે, ત્યારે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ઈશારા ઈશારામાં  ટ્વિટ કરીને સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે કે યુદ્ધ એ જ કલ્યાણ. 

 ભારતીય જનતા પાર્ટીએ નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી લાગુ કરી છે જે બાદ ઘણા સિનિયર નેતાઓનાં પત્તાં કપાઈ ગયા છે, જોકે ભાજપનાં નેતાઓ પાર્ટી જે નિર્ણય કરે તો શિરોમાન્ય છે તેવું કહી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કહ્યું છે કે આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારનાં કૌરવો સામે લડવું એજ ધર્મ અને કર્મ છે.

આ ધર્મ યુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે. આવી પરિસ્થિતિ આવે તો 'અર્જુન' તારે નિઃસંકોચ યુદ્ધ કરવું પડશે.

(4:21 pm IST)