Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વડોદરામાં બોગસ સર્ટિફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરનાર વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ આવતા દવાનો જથ્થો સિજ઼ કરવામાં આવ્યો ધરવામાં આવતા

વડોદરા: બોગસ સર્ટીફિકેટ હેઠળ જંતુનાશક દવાનું વેચાણ કરવા મામલે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કંપનીના પ્રોપરાઇટર ધ્રુવ કોટેચા સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દવાનો જથ્થો સીઝ કર્યો છે.

ધ્રુવ છબીલભાઈ કોટેચા (રહે -સીટીઝન સોસાયટી, ઇલોરાપાર્ક, વડોદરા)  કુબેર એન્ટરપ્રાઇઝના નામે વડોદરા શહેરના ગાંધી ઓઇલમીલ કમ્પાઉન્ડ નજીક ભગવતી નગર ખાતે કંપની ધરાવે છે. તેમણે જંતુનાશક દવાના વેચાણ માટે લાયસન્સ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીમાં ખામી જણાતા તેની પૂર્તતા હેતુ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વડોદરા જિલ્લામાં નાયબ ખેતી નિયામક કચેરીમાં ઇન્ટ્સેક્ટિસાઈડ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા કોમલબેન પટેલએ ધ્રુવ કોટેચાનો સંપર્ક સાધ્યો હતો.

આ દરમિયાન ધ્રુવ કોટેચાએ જણાવ્યું હતું કે, મને જંતુનાશક દવાના વેચાણ માટેનું લાયસન્સ મળી ગયું છે. ચોકી ઉઠેલા અધિકારીએ ઓનલાઈન પ્રક્રિયા ચેકિંગ કરતા આ પ્રકારનું કોઈ લાયસન્સ ઇસ્યુ ના થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓએ સ્થળ પર ધસી જઇ ચકાસણી કરતા જંતુનાશક દવાના વેચાણનું  ડુપ્લીકેટ લાયસન્સ મળી આવ્યું હતું. જે ડુપ્લીકેટ લાયસન્સમાં જે.એમ.પરમાર નામે અધિકારીની ડિજિટલ સિગ્નેચર દર્શાવવામાં આવી હતી. ખરેખર સરકારી નીતિમાં ડિજિટલ સાઇન કરવાની પદ્ધતિ ઉપલબ્ધમાં નથી અને જે.એમ.પરમાર નામે કોઈ અધિકારી પણ નથી. જંતુનાશક દવા નિયમોના ભંગ તેમજ જંતુનાશક દવા અધિનિયમ હેઠળ નોટિસ ફટકારી દવાનો જથ્થો સીઝ કર્યો છે. 

(5:45 pm IST)