Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વડોદરાના વાસણા ભાયલી વિસ્તારમાં 46 વર્ષીય રીક્ષા ડ્રાઈવરે અગમ્ય કારણોસર ફાસો ખાઈ મોતનેવ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા અને  રિક્ષા ડ્રાયવિંગ કરતા ૪૬ વર્ષના પ્રૌઢે ગઇકાલે પોતાના ઘરે જ અગમ્ય કારણોસર પંખાના હુક પર પ્લાસ્ટિકની દોરી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,વાસણા ભાયલી રોડ સાંઇનાથ વુડાના મકાનમાં રહેતા ૪૬ વર્ષના સંતલાલ પુન્ડલિંક સોનવણે રિક્ષા ડ્રાયવિંગ કરે છે.તેમના પત્ની બંગલામાં કામ કરે છે.તેમનો એક પુત્ર મોલમાં નોકરી કરે છે.જ્યારે બીજો પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે બપોરે તેમના પત્ની બંગલે કામ કરવા ગયા હતા.અને તેમના પુત્રો નોકરી  પર ગયા હતા.સંતલાલ ઘરે એકલા હતા.સાંજે તેમના પત્ની કામ પરથી પરત આવ્યા ત્યારે મકાનનો  દરવાજો ખુલ્લો હતો.અંદર જઇને જોયુ તો તેમના પતિ લટકતા હતા.બનાવ અંગે ગોત્રી  પોલીસને જાણ કરવામાં  આવતા એ.એસ.આઇ.રતિલાલભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પરંતુ,આપઘાતનું કોઇ કારણ જાણી શકાયુ નથી.પોલીસને કોઇ અંતિમચિઠ્ઠી કે મોબાઇલ પર મેસેજ મળ્યો નથી.

(5:45 pm IST)